Not Set/ જામનગર:ATM માં ફાયરિંગ થયાનો મામલો, સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધાયો

જામનગર, જામનગરમાં એટીએમમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે સિક્યુરીટી ગાર્ડની બેદરકારી બદલ આ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જામનગરમાં સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. મળતી માહિતી અનુસાર લાલબંગલા નજીક જૈન પ્રવાસી ગૃહ આઇસીઆઇસીઆઇના એટીએમ પાસે […]

Gujarat Others Videos
mantavya 62 જામનગર:ATM માં ફાયરિંગ થયાનો મામલો, સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધાયો

જામનગર,

જામનગરમાં એટીએમમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે સિક્યુરીટી ગાર્ડની બેદરકારી બદલ આ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જામનગરમાં સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી.

મળતી માહિતી અનુસાર લાલબંગલા નજીક જૈન પ્રવાસી ગૃહ આઇસીઆઇસીઆઇના એટીએમ પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ અકસ્માતે થયું હતું. એટીએમમાં પૈસા ભરવા જતા સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે ફાયરિંગ થતાં લોકો ચોંકી ઉઠ્યા હતા અને લોકોમાં એક સમયે તો ફફડાટ ફેલાઇ ગઇ હતી.

પરંતુ અકસ્માતે ફાયરિંગ થયા હોવાનું લોકોને ધ્યાને આવતાં રાહતનો દમ લીધો હતો. આ ફાયરિંગમાં એટીએમના દરવાજાનો કાચ તૂટ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી. તપાસ બાદ સિક્યુરીટી ગાર્ડની બેદરકારી સામે આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.