જામનગર/ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, આ કેસમાં થયા નિર્દોષ જાહેર

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો.

Top Stories Gujarat
હાર્દિક પટેલને

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગરના 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા જામનગર કોર્ટે આદેશ કર્યો છે.2017 ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે.

આજે જામનગરની કોર્ટે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આપ્યો હતો. જામનગરની કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ દ્વારા એક સભા યોજવામાં આવી હતી. આ સભાની મંજૂરી શૈક્ષણિક હેતુથી લીધી હતી અને સભામાં રાજકીય ભાષણ કરવામાં આવ્યુ હતું. આ કારણે ફરિયાદ કરવામાં આવી અને તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.

4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ આજે જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો: CM ગેહલોતે વિધાનસભામાં વાંચવાનું શરૂ કર્યું જૂના વર્ષનું બજેટ, સાથી મંત્રીએ ટોક્યા, વિપક્ષે કર્યો હોબાળો

આ પણ વાંચો: લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની પસંદગીનો હક જતો કરવા અજાણ્યાએ કર્યું એવું કે…પછી

આ પણ વાંચો:10 ફેબ્રુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…