સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓ અને કોંગ્રેસની નેતા ઉર્મિલા માતોંડકર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહારાષ્ટ્રના પુનેનો રહેવાસી છે.
વિશ્રામબાગ પોલીસએ જણાવ્યું કે ઉર્મિલા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવા બદલ 57 વર્ષીય ધનંજય કુદતરકર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉર્મિલા માતોંડકર વિરુદ્ધ વાંધાજનક સામગ્રી અને યૌન પ્રેરિત ટિપ્પણી પોસ્ટ કરી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં કુદતારકર સામે આઈટી એક્ટ અને આઇપીસીના સંબંધિત કલમ 354 (A) 1 (4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, તેને હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આ મામલાની તપાસ થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે તમામ બોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલ ઉર્મિલાએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓથી તેને પોલિટીકલ ડેબ્યૂ કર્યું હતું. તેઓ મુંબઇ નોર્થ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે, તેમણે ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીથી ચૂંટણી હારી ગયા.