Not Set/ અમદાવાદ: આજથી જનમિત્ર કાર્ડ બનશે અમલી, BRTSના વ્યવહાર કેશલેસ

અમદાવાદ અમદાવાદમાં BRTSને કેશલેસ કરવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પુરંતુ જનમિત્ર કાર્ડને ફરજિયાત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BRTS કેસલેસ સુવિધા અંગે હાઈકોર્ટમાં અરજી પણ થઈ હતી. AMC દ્વારા હાઈકોર્ટમાં બાંહેઘરી આપવામા આવી હતી. ત્યારે હવે આ મામલે આગામી […]

Top Stories Ahmedabad
Ahmedabad BRTS અમદાવાદ: આજથી જનમિત્ર કાર્ડ બનશે અમલી, BRTSના વ્યવહાર કેશલેસ

અમદાવાદ

અમદાવાદમાં BRTSને કેશલેસ કરવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પુરંતુ જનમિત્ર કાર્ડને ફરજિયાત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BRTS કેસલેસ સુવિધા અંગે હાઈકોર્ટમાં અરજી પણ થઈ હતી. AMC દ્વારા હાઈકોર્ટમાં બાંહેઘરી આપવામા આવી હતી. ત્યારે હવે આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આજથી બીઆરટીએસના વ્યવહાર પણ કેશલેસ કરવામાં આવશે. કેશલેશ વ્યવહાર માટે જનમિત્ર કાર્ડને ફરજીયાત બનાવવામાં આવ્યું છે. મુસાફરોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ કાર્ડ બીઆરટીએસ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટ અને સિવિક સેન્ટરમાં પણ ઉપયોગ કરી શકાશે.

જનમિત્ર કાર્ડ તમામ બીઆરટીએસ બસ સ્ટોપ અને એએમટીએસ બસ સ્ટોપની સાથે સાથે તમામ સિવિક સેન્ટરમાંથી જનમિત્ર કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે હવે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પુરતુ જનમિત્ર કાર્ડને ફરજિયાત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે