માયાજાળ/ પુર્વ ધારાસભ્યનું આઈકાર્ડ અને રિઝર્વેશન ચાર્ટ પરથી ભાનુશાળીની ઓળખ થઈ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
10 3 પુર્વ ધારાસભ્યનું આઈકાર્ડ અને રિઝર્વેશન ચાર્ટ પરથી ભાનુશાળીની ઓળખ થઈ

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 10)

જ્યંતી ભાનુશાળીની હત્યા બાદ પણ જી કેબીન અને બહાર કોરીડોરમાં શાંતિ પથરાયેલી હતી. કોઈને ગંધ સુધ્ધા આવી ન હોવાથી શુટરો નિશ્ચિત હતા. અશરફ અને શશીકાંત કામ પત્યાનો સંતોષ તો માની લીધો. પણ હવે તેમની મુશ્કેલી વધવાની હતી. ટ્રેનમાંથી જ સામખીયાળી ટોલટેક્ષની લાઈટો જોઈને બન્ને મનમાં હરખાયા. અહીં રાજુ ધોત્રે બાઈક લઈને તેમની રાહ જોઈ રહ્યો હતો.

આ તરફ 8 જાન્યુઆરી 2019ના રોજ રાત્રે 12.58 વાગ્યે ટ્રેનના H-1 કોચના એટેન્ડન્ટ વિમલ પ્રકાશ રામલાલ સાલવી ટ્રેન ઉભી રહેતા તપાસ કરવા લાગ્યા. જેમાં કોચના બફર પાસે રહેલ ચેઈન પુલ્લીંગ વાલ્વમાંથી એર નીકળતી હોવાનો અવાજ સાંભળ્યો. આથી તેમણે વાલ્વનો કેબલ ખેંચીને એર પાઈપ બંધ કરી દીધી. બીજી તરફ ઓન ડ્યુટી ગાર્ડને ચેઈન પુલ્લીંગ ટેકનિકલ કારણસર થયું હોવાનું લાગ્યું હતું. સામખીયાળી સ્ટેશન આવતા પહેલા ટ્રેન 3 મિનીટ યાર્ડ વિસ્તારમાં અટકી ગઈ હતી. ટ્રેનના ગાર્ડ આઈ. ખાને સ્ટેશન માસ્ટર ધાંગધ્રા રેલ્વે સ્ટેશનને FIR મેમો નંબર આપ્યો હતો.

દરમિયાન સામખીયાળી યાર્ડમાંથી ટ્રેન રવાના થયા બાદ સામખીયાળી રરેલ્વે સ્ટેશન આવતા સુધીમાં હેબતાઈ ગયેલો ભાનુશાળીની કેબીનનો સહપ્રવાસી પવન મોર હિંમત એકઠી કરીને સીટ પરથી ઉભો થયો. તેણે H-1 કોચના ઓન ડ્યુટી એટેન્ડન્ટ પાસે જઈને જી કેબનમાં હત્યા થયાનું જણાવ્યું. ત્યારબાદ પશ્ચિમ રેલ્વે વડોદરા, આરપીએફ તથા સયાજીનગરી ટ્રેનના ઓન ડ્યુટી જીઆરપી પોલીસને હત્યા સંબંધે માહિતગાર કર્યા. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીએ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના થાણે અમલદારને જાણ કરતા ગાંધીધામ રેલ્વે પોલીસે સ્શન ડાયરીમાં હત્યા અંગેની એન્ટ્રી કરી.

તે સિવાય રેલ્વે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા પશ્ચિમ રેલ્વેના એસ.પી, સંલગ્ન આરપીએફના અધિકારીઓ તથા મોરબી જીલ્લા એસપીને પણ જાણ કરાઈ. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માળિયામિયાણા રેલ્વે સ્ટેશન પહોંચ્યા. જ્યાં રેલ્વે સ્ટેશન પર મૃતકની ડેડબોડી ઉપરાંત તેમનો સામાન ઉતારવામાં આવ્યો. સાથે સાથે સહપ્રવાસી પવન મોરને પણ અહીં ઉતારવામાં આવ્યો.

તપાસમાં ભોગ બનનારના સામાનમાંથી પુર્વ ધારાસભ્યનું આઈ કાર્ડ મળ્યું. ઉપરાંત ટ્રેન રિઝર્વેશન ચાર્ટ પરથી મૃતક કચ્છ અબડાસા વિસ્તારના માજી ધારાસભ્ય હોવાનું બહાર આવ્યું. જ્યારે મૃતદેહની ઓળખ મૃતકના આદિપુર કચ્છમાં રહેતા કાકાના પુત્ર ભરત એસ.ભાનુશાળીએ કરી હતી. ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું ઈન્કવેસ્ટ ભર્યું હતું.

મૃતકની ટ્રેન મુસાફરી દરમિયાન ફાયર આર્મ્સ દ્વારા ગોળીબાર કરીને તેમની મોઢા અને છાતીમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હોવાનું ઈન્કવેસ્ટ પંચનામાં મુજબ જણાયું હતું. બાદમાં ટ્રેનને અમદાવાદ લાવવામાં આવી હતી. જ્યારે H-1 કોચ ટ્રેનમાંથી અલગ કરાવી એફએસએલની મદદથી વિડીયોગ્રાફી અને તપાસણી કરવામાં આવી હતી.

જ્યારે મૃતકના મૃતદેહનું બી.જે.મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના પેનલ ડોક્ટર દ્વારા 08/01/2019ના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં મૃત્યુંનું કારણ jyanyibhai parshottam Bhanushali age-55 years, died due to shock And Hemorrhage as a result of injuries to the head and chest caused by discharged of fire arm. આપવામાં આવ્યું હતું.

બનાવ સંદર્ભે જ્યંતી ભાનુશાળીના નરોડા દહેગામ રોડ પર એ-10, ધોંડીજી પાર્ક સોસાયટીમાં રહેતા ભત્રીજા સુનિલ વસંતભાઈ ઉર્ફે શંભુભાઈ ભાનુશાળીએ સિવિલ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદની એફઆઈઆર આઈપીસીની કલમ 302, 120(બી), 34 આર્મસ એક્ટ હેઠળ નોંધવામાં આવી હતી.

બાદમાં આ ચકચારભર્યા કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝના ડીઆઈજી ગૌતમ પરમારને સોંપવામાં આવી હતી. બીજીતરફ એફઆઈઆરમાં આરોપી તરીકે છબીલ પટેલનું નામ આવતા જ ગભરાયેલા છબીલ પટેલે પોતાની રિટર્ન ટિકીટ કેન્સલ કરાવી દીધી હતી. એટલું જ નહીં 20 જાન્યુઆરીના રોજ મસ્કતથી દોહા અને ત્યાંથી યુએસએ જતા રહ્યા હતા. તપાસ કરતી પોલીસે આ અંગેના પુરાવા પણ મેળવ્યા હતા.

અમેરિકામાં છુપાયેલા છબીલે આ સમગ્ર ગુનાની તપાસ પર વોચ રાખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં એક ગંભીર પ્રકારનું કાવતરૂ ઘડીને પોતાના સંબંધીઓ મારફતે પ્રત્યક્ષદર્શી સાક્ષી પવન મોરને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જુઓ આગળના એપિસોડમાં પવન મોરેનું શું થયું….