Not Set/ જ્હાનવી કપૂરે હાથમાં સેન્ડલ પકડીને દોસ્તો સાથે કર્યો આવો ડાન્સ, જુઓ આ ફની વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

Entertainment
A 189 જ્હાનવી કપૂરે હાથમાં સેન્ડલ પકડીને દોસ્તો સાથે કર્યો આવો ડાન્સ, જુઓ આ ફની વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે જ્હાનવી કપૂરે તેની ‘અક્સા ગેંગ’ સાથે એક ફની વીડિયો શેર કર્યો છે. જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે અભિનેત્રી ઘણીવાર તેના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

જ્હાનવી કપૂરે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે તેના કેટલાક મિત્રો સાથે સીન પોલના ટેન્પરેચર સોંગ પર ડાન્સ કરતી જોવા મળી છે. જ્હાનવી કપૂરે આ વીડિયો શેર કરતા લખ્યું – ‘અક્સા ગેંગ પાછી આવી છે.’

આ પણ વાંચો :અનુરાગ કશ્યપને દીકરીએ પુછ્યું – જો હું પ્રેગ્નેટ થઇ જાવ તો શું કરશો તમે, જાણો શું કહ્યું ડિરેક્ટર

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જ્હાનવીના વીડિયો પર ટિપ્પણી કરતા એક ચાહકે લખ્યું કે, ‘જ્હાનવી તમને ખબર છે કે તમે કેટલા સુંદર લાગે છે.’ તો કેટલાક લોકો એક મજાકમાં લઇને તેમને પાગલોની ગેંગ ખી રહ્યા છે. આ રીતે લોકો જ્હાનવીના વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો :કોમેડી કિંગ કપિલ શર્માએ દીકરા ત્રિશાન શર્મા અને પુત્રી અનાઈરાનો નો ફોટો શેર કર્યો

આપને જણાવી દઈએ કે ફાધર્સ ડે પર અર્જુન કપૂર તેના પિતા બોની કપૂર અને બહેન અંશુલા કપૂર, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર સાથે જમવા ગયા હતા. અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પિતા અને બહેનો સાથે એક તસવીર પણ શેર કરી છે.

Instagram will load in the frontend.

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, જ્હાનવી કપૂર ‘દોસ્તાના 2’, ‘ગુડ લક જેરી’, ‘તખ્ત’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. જ્હાનવી કપૂર છેલ્લે  ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો :યોગ દિવસે બેબોએ એવો ફોટો શેર કર્યો કે ચાહકો જોઈને ચોંકી ઉઠ્યા