complain/ JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

આજે ખેડૂતો કૃષિ બિલને લઇને આંદોલન કરી રહ્યા છે. હવે આ આંદોલનમાં ટેલિકોમ ક્ષેત્ર પણ દાખલ થઈ ગયું છે.

Business
1st JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

આજે ખેડૂતો કૃષિ બિલને લઇને આંદોલન કરી રહ્યા છે. હવે આ આંદોલનમાં ટેલિકોમ ક્ષેત્ર પણ દાખલ થઈ ગયું છે. રિલાયન્સ જિઓએ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીને પત્ર લખીને વોડા-આઇડિયા અને એરટેલ વિશે ફરિયાદ કરી છે.

1st 2 JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે, વોડા-આઇડિયા અને એરટેલ પંજાબનાં ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે. ટેલિકોમ સચિવ એસ.કે.ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિઓએ વોડા-આઇડિયા અને એરટેલ પર આરોપ મુકતા કહ્યું છે કે, બંને કંપનીઓએ ટ્રાઇનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, વોડા-આઇડિયા અને એરટેલ ઉત્તર ભારતનાં જુદા જુદા ભાગોમાં ગ્રાહકોને આકર્ષવા અનૈતિક માર્ગ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન દ્વારા સર્જાતા રોષનો લાભ લેવા કંપનીઓ ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. જિઓએ કહ્યું કે, અગાઉ 28 સપ્ટેમ્બરનાં રોજ તેમના વતી ટ્રાઇને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ બંને કંપનીઓ કાયદાને ઠેંગો બતાવતા નકારાત્મક પ્રચાર કરી રહી છે.

1st 3 JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

રિલાયન્સ જિઓનો આરોપ છે કે, આ બંને હરીફ કંપનીઓ તેમના કર્મચારીઓ, એજન્ટ્સ અને રિટેલર્સ દ્વારા રિલાયન્સ સામે નકારાત્મક ઝુંબેશ ચલાવી રહી છે. ગ્રાહકોને ખોટી રીતે લલચાવીને રિલાયન્સ જિઓથી પોર્ટ કરવવાનો પ્રયત્નનો પણ જિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિઓએ એરટેલ અને વોડા-આઇડિયા ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટા અને વીડિયો પુરાવા પણ ટ્રાઇને સબમિટ કર્યા છે. રિલાયન્સનો એવો પણ આક્ષેપ છે કે વોડા-આઇડિયા અને એરટેલ પોતાને ખેડૂત મૈત્રીપૂર્ણ અને રિલાયન્સ જિઓને ખેડૂત વિરોધી ગણાવીને આંદોલનને વેગ આપવાનું કામ કરી રહ્યા છે.

ટાટાનો હાથ એર ઇન્ડિયાને સાથ, 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે

જાન્યુઆરીથી બદલાશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અંગેના આ નિયમો

કામચોરો સાવધાન… કર્મચારીઓના કામની સમય મર્યાદા 12 કલાક કરવાની વિચારણા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો