વિવાદ/ ધરપકડની માંગ વચ્ચે જુબિન નૌટિયાલનું ટ્વિટ, કહ્યું- ‘હું દેશને પ્રેમ કરું છું’

અફવા બાદ જુબિને પોતાના ટ્વીટમાં લખ્યું, ‘હેલો ફ્રેન્ડ્સ અને ટ્વિટર પરિવાર, આવતા મહિને હું ટ્રાવેલિંગ અને શૂટિંગમાં વ્યસ્ત રહીશ. કોઈપણ પ્રકારની અફવાઓથી નિરાશ ન થાઓ. હું મારા દેશને પ્રેમ કરું છું. હું તમને બધાને ચાહું છુ.’

Trending Entertainment
જુબિન નૌટિયાલ

ફેમસ સિંગર જુબિન નૌટિયાલ તાજેતરમાં જ વિવાદોમાં ફસાયા હતા અને સોશિયલ મીડિયા પર તેની ધરપકડ કરવાની માંગ ઉઠી હતી. #ArrestJubinNautyal ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. ઘણા યુઝર્સે તેના આગામી કોન્સર્ટનું પોસ્ટર શેર કર્યું, જેણે ભારે હોબાળો મચાવ્યો. યુઝર્સે જુબિનને ટેગ કર્યા અને તેને ઘણું ખોટું કહેવાનું શરૂ કર્યું. જે બાદ અફવા ફેલાઈ હતી કે તેનો યુએસ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે જુબિન નૌટિયાલ તરફથી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. તેઓ તેમના દેશને પ્રેમ કરે છે.

જુબિને કર્યું ટ્વિટ

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જુબિનનો લાઇવ કોન્સર્ટ ટૂંક સમયમાં યુએસમાં યોજાશે. જેનો આયોજક જયસિંહ ભારતનો વોન્ટેડ ગુનેગાર છે. યુઝર્સે જયસિંહ પર ખાલિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અફવા બાદ જુબિને પોતાના ટ્વીટમાં લખ્યું, ‘હેલો ફ્રેન્ડ્સ અને ટ્વિટર પરિવાર, આવતા મહિને હું ટ્રાવેલિંગ અને શૂટિંગમાં વ્યસ્ત રહીશ. કોઈપણ પ્રકારની અફવાઓથી નિરાશ ન થાઓ. હું મારા દેશને પ્રેમ કરું છું. હું તમને બધાને ચાહું છુ.’

1662886857 ધરપકડની માંગ વચ્ચે જુબિન નૌટિયાલનું ટ્વિટ, કહ્યું- 'હું દેશને પ્રેમ કરું છું'

આ શો ઘણા સમય પહેલા કેન્સલ થઈ ગયો હતો

આ વિવાદ પછી, એવું કહેવામાં આવ્યું હતું કે જુબિન નૌટિયાલનો યુએસ-કેનેડા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આના પર જુબિનના મેનેજરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેમનો યુએસ ટૂર ઘણા સમય પહેલા કેન્સલ થઈ ગયો હતો. સિંગરના મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જુબિન નૌટિયાલની લાઇવ યુએસ ટૂર ઘણા સમય પહેલા રદ કરવામાં આવી હતી. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો, જય હિન્દ.

આ પણ વાંચો:સહકારી સંમેલનમાં પહોંચ્યા અમિત શાહ, કહ્યું- સરકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે

આ પણ વાંચો:મંતવ્યના મંચ પર મંત્રીઓનું મંથન….

આ પણ વાંચો:રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત