Not Set/ જૂનાગઢ: સર્કિટ હાઉસમાં દારૂની ખાલી બોટલો મળી,સર્કિટ હાઉસને તાળા મારતા લોકોમાં અનેક તર્ક વિતર્ક

જૂનાગઢ, રાજયમાં જાણે કહેવાતી દારૂબંધી હોય તેમ સ્પસ્ટ દેખાઇ આવે છે. રોજેરોજ લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે. રાજયમાં ભાગ્યે જ કોઇ એવું ગામ હશે કે જયાં દારૂ જોવા નહિ મળે. આટલા મોટા પ્રમાણમાં રાજયમાં ઠેરઠેર દારૂની રેલમછેલ થતી હોય તો પણ પોલીસ તંત્ર જાણે અજાણ હોય તેવા ડોળ કરી રહયું હોય છે. રાજયમાં […]

Gujarat Others Trending
mantavya 199 જૂનાગઢ: સર્કિટ હાઉસમાં દારૂની ખાલી બોટલો મળી,સર્કિટ હાઉસને તાળા મારતા લોકોમાં અનેક તર્ક વિતર્ક

જૂનાગઢ,

રાજયમાં જાણે કહેવાતી દારૂબંધી હોય તેમ સ્પસ્ટ દેખાઇ આવે છે. રોજેરોજ લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે. રાજયમાં ભાગ્યે જ કોઇ એવું ગામ હશે કે જયાં દારૂ જોવા નહિ મળે. આટલા મોટા પ્રમાણમાં રાજયમાં ઠેરઠેર દારૂની રેલમછેલ થતી હોય તો પણ પોલીસ તંત્ર જાણે અજાણ હોય તેવા ડોળ કરી રહયું હોય છે.

mantavya 202 જૂનાગઢ: સર્કિટ હાઉસમાં દારૂની ખાલી બોટલો મળી,સર્કિટ હાઉસને તાળા મારતા લોકોમાં અનેક તર્ક વિતર્ક

રાજયમાં દારૂબંધીના કારણે પોલીસ તંત્રને તો ઘી કેળા થઇ ગયા છે. આ બદીના કારણે કેટલાય યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાનું ઘણીવાર બહાર આવે છે.

mantavya 201 જૂનાગઢ: સર્કિટ હાઉસમાં દારૂની ખાલી બોટલો મળી,સર્કિટ હાઉસને તાળા મારતા લોકોમાં અનેક તર્ક વિતર્ક

છતાં પોલીસ તંત્ર દ્રારા કોઇ નકકર પગલાં ભરવામાં આવતાં નથી. આ બાબતે સરકારમાં બેઠેલા પ્રજાના સેવકો પણ અજાણ છે.કે એ લોકોની રહેમનજરથી જ આ કારોબાર ચાલી રહયો છે.

mantavya 200 જૂનાગઢ: સર્કિટ હાઉસમાં દારૂની ખાલી બોટલો મળી,સર્કિટ હાઉસને તાળા મારતા લોકોમાં અનેક તર્ક વિતર્ક

વર્ષોની આ બદીને દુર કરવા કોઇએ પણ તસ્દી લીધી નથી. જૂનાગઢ જિલ્લાના ગડુમાં આવેલા સરકીટ હાઉસમાં દારૂની મહેફિલ માણીને અજાણ્યા શખ્સો સરકારની આ સંપતીને તાળાં લગાવીને જતાં રહયા તે શરમજનક કિસ્સો બનવા પામ્યો છે.