Not Set/ વડતાલ સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી પહેલા જ સ્વામીનો પક્ષ પલટો, નિત્ય સ્વરૂપ સ્વામી 5 સંતોની સાથે દેવપક્ષમાં જોડાયા

ખેડા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતેથી મોટા સમાચાર આવી રહ્યા છે.  અહીં પણ ચૂંટણી અગાઉ મંદિરનું રાજકારણ ગરમાયું છે. આગામી એપ્રિલ-૨૦૨૦માં વડતાલ સ્વામીનારાયણ  મંદિરની ચૂંટણી યોજાઈ રહી છે. અને તે પહેલા જ મંદિરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મંદિરમાં પણ પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડતાલ સ્વામિનારાયણ મંદિર કમિટીની ચૂંટણી એપ્રિલ-2020માં યોજનાર છે. […]

Gujarat Others
vadtaal વડતાલ સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી પહેલા જ સ્વામીનો પક્ષ પલટો, નિત્ય સ્વરૂપ સ્વામી 5 સંતોની સાથે દેવપક્ષમાં જોડાયા

ખેડા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતેથી મોટા સમાચાર આવી રહ્યા છે.  અહીં પણ ચૂંટણી અગાઉ મંદિરનું રાજકારણ ગરમાયું છે. આગામી એપ્રિલ-૨૦૨૦માં વડતાલ સ્વામીનારાયણ  મંદિરની ચૂંટણી યોજાઈ રહી છે. અને તે પહેલા જ મંદિરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મંદિરમાં પણ પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડતાલ સ્વામિનારાયણ મંદિર કમિટીની ચૂંટણી એપ્રિલ-2020માં યોજનાર છે. અને આ ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને ઝટકો લાગ્યો છે. આચાર્ય પક્ષના નિત્ય સ્વરૂપ સ્વામી દેવપક્ષમાં  જોડાયા છે. એક બાજુ આચાર્ય પક્ષને ઝાટકો લાગ્યો છે તો બીજી બાજુ સ્વામી દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નિત્ય સ્વરૂપ સ્વામી 5 સંતોની સાથે દેવપક્ષમાં જોડતા દેવપક્ષમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આચાર્ય રાકેશ પ્રસાદ દેવપક્ષમાં નિત્ય સ્વરૂપ સ્વામીનું સ્વાગત  કરશે.

નિત્યસ્વરૂપ સ્વામી સહિત 5 સંતો જોડાતા મુખ્ય દંડક પંકજ દેસાઈએ  વડતાલ મંદિરમાં ઉદબોધન કર્યુંહતું. અને સાથે સાથે નિત્યસ્વરૂપ સ્વામી, હરિવલ્લભ સ્વામીનું સ્વાગત દેવપક્ષ ખાતે સ્વાગત કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે, સરકાર હંમેશા વડતાલ મંદિર સાથે રહી છે અને રહેશે. તમે વડતાલમાં જોડાયા સરકાર પણ આપને સહકાર આપશે . વડતાલને નવી સુવિધાઓ મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે.

અગાઉ વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપતા તેમને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયા હતા. જે બાદ હવે તેમનું ફરી આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.