Not Set/ રીક્ષામાં બેસતા મીટર ચેક કરો છો, તેમ ફાયર સેફટીની બોટલ પણ ચેક કરો

માત્ર એક ટકા રીક્ષાઓમાંજ ફાયરસેફટી બોટલ     

Gujarat

સીએનજી કાર હોય કે પછી રીક્ષા ઘણીવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે ઓટો રીક્ષામાં આગ લાગે ત્યારે પેસેન્જરનો જીવ બચાવો પણ મુશ્કેલ બની જતો હોય છે. પરંતુ આ ત્યારે જ બને જ્યારે રીક્ષામાં ફાયર સેફ્ટી બોટલ ના હોય.

માત્ર એક ટકા રીક્ષાઓમાંજ ફાયરસેફટી બોટલ     

ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઓટો રીક્ષામાં ફાયર સેફ્ટી બોટલ રાખવી અનિર્વાય છે. જેના કારણે કોઇ અઘટીત ઘટના બને તો તમે સહેલાઇથી આગ પર કાબુ મેળવી શકો છો. પરંતુ આ વાતને અમદાવાદના ૯૯ ટકા રીક્ષાવાળા માનતા નથી. માટે ભાગ્યે જ કોઇ રીક્ષામાં ફાયર સેફ્ટી બોટલ જોવા મળે છે.

શુ કહે છે રીક્ષા ચાલક

આ વીશે વાત કરતા ઓટો રીક્ષા ચલાવતા સંજ્ય રોહીતભાઇ દંતાણી કહે છે કે, “ હા આ વાત બીલકુલ સાચી છે. રીક્ષામાં કોઇ ફાયર સેફ્ટી બોટલ રાખતુ નથી. આ બોટલ આરટીઓમાંથી ૧૫૦૦ રૂપિયા ભરવાથી મળી રહે છે. છતા પણ મોટાભાગના રીક્ષા ચાલકો પૈસા ખર્ચવાનું ટાળતા હોય છે. રીક્ષામાં બેસેલા મુસાફરો માટે  કોઇ વિચારતુ નથી અને આ બોટલ ભાગ્યેજ કોઇ રીક્ષાવાળા રાખે છે. મારી રીક્ષામાં તો પહેલેથી જ મે આ બોટલ રાખી છે. કોઇ કારણસર આગનો બનાવ બને તો તે સમયે મદદરૂપ બને માટે. મારા અન્ય મિત્રને પણ હું કહું છું પણ તે કહે છે હવે પંદરસો રૂપિયા કોણ ખર્ચ કરે.”

તંત્ર પણ ઉદાસીનતા દાખવે છે      

તો તંત્ર પણ આ સંદર્ભે ઉદાસીનતા દાખવે છે. ટ્રાફીકના અનેક નિયમોની જેમ જ આ નિયમ માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી ફાયર સેફટી માટે જાગૃતિ આવી શકે. રીક્ષામાં આગ લાગવાની કોઇ મોટી ઘટના બને અને તેમાં મુસાફરોના જીવ જાય પછી સમાચાર છપાય અને પછી જ કોઇ કાર્યવાહી કરવામાં આવે તેના કરતા પહેલા પગલા ભરવામાં આવે તે વધુ યોગ્ય છે. રીક્ષામાં બેસીને અમદાવાદના એક છેડેથી બીજા છેડે જનારા પેસેન્જરને તો ખબર પણ નથી હોતી કે રીક્ષામાં ફાયરસેફટી બોટલ ચકાસવી જોઇએ. જેમ રીક્ષામાં બેસતા મીટર ચેક કરો છો તેમ ફાટર સેફટીબોટલ પણ ચેક કરવી જરૂરી છે.