Political/ સમય મળ્યો તો ક્રિકેટ પીચ પર આવી પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, બતાવી બેટિંગની પ્રતિભા

મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દશેરાની ઉજવણી માટે ત્રણ દિવસ માટે ગ્વાલિયરમાં છે. નવરાશનાં સમયમાં તેમણે જે રીતે ક્રિકેટનાં મેદાન પર બેટિંગ કરી હતી.

India
જ્યોતિરાદિત્ય સિંધિયા

મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દશેરાની ઉજવણી માટે ત્રણ દિવસ માટે ગ્વાલિયરમાં છે. નવરાશનાં સમયમાં તેમણે જે રીતે ક્રિકેટનાં મેદાન પર બેટિંગ કરી હતી, તેનાથી સરકારનાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની ઝલક પણ દેખાતી હતી. મેદાન પર તેમણે બેટથી એવા હાથ ખોલ્યા કે ઘણી વખત બોલ હવામાં બાઉન્ડ્રી તરફ પહોંચ્યો હતો.

જ્યોતિરાદિત્ય સિંધિયા

આ પણ વાંચો – DRIVING LICENCE / દશેરા,ધનતેરસ,દિવાળીના દિવસે જો આ પાંચ ભૂલો કરી તો ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ

ગ્વાલિયરમાં મહેલમાં પરંપરાગત શૈલીમાં દશેરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનો પૂરો પરિવાર સામેલ છે. સિંધિયા દેશમાં હોય કે વિદેશમાં, તેઓ ચોક્કસપણે દશેરાનાં તહેવાર પર ગ્વાલિયર આવે જ છે. આ વખતે પણ તે ખાસ ત્રણ દિવસ માટે અહીં આવ્યા છે. ગુરુવારે જ્યારે તે MITS કોલેજ પહોંચ્યા ત્યારે તેમણે કેટલાક ખેલાડીઓને મેદાન પર ક્રિકેટ રમતા જોયા. આ જોઈને તે પોતાને રોકી ન શક્યા અને મેદાનમાં ઉતરી ગયા. નિવૃત્ત IAS અધિકારી પ્રશાંત મહેતાએ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે બોલિંગ કરી હતી. મહેતા વર્ષોથી સિંધિયા પરિવારની નજીક છે અને સ્વ. માધવરાવને સિંધિયાનાં વિશ્વાસુ પણ માનવામાં આવતા હતા. પ્રશાંત મહેતાએ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે બોલિંગ કરી, ત્યારબાદ ખેલાડીઓ અને મેદાનમાં હાજર અન્ય લોકોએ તાળીઓનાં ગડગડાટ સાથે સ્વાગત કર્યું. સિંધિયાએ ઘણા બોલને બાઉન્ડ્રી પાર પહોંચાડ્યો તો એકવાર તેઓ બોલ્ડ પણ થઇ ગયા હતા. સિંધિયાએ બે ઓવર બેટિંગ કરી હતી જેમાં ઘણા બોલ તેમણે પીચ પર ન હોવાના કારણે છોડી દીધા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા

આ પણ વાંચો – cabinet bethak /  રાજ્યના યુવા વર્ગો માટે મહત્વનો નિર્ણય,સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

ક્રિકેટ રમ્યા બાદ સિંધિયાએ મેદાન પર કહ્યું કે યુવાનો વચ્ચે રમવાથી ઉર્જા વધે છે. તે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પણ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન સાથે પણ જોડાયેલા રહ્યા છે. જણાવી દઇએ કે, જ્યોતિરાદિત્ય સિંધિયા ત્રણ દિવસ સુધી ગ્વાલિયરમાં રહેશે. આજે તેમણે જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, મુરારમાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું. દશેરાનાં દિવસે સિંધિયા પરંપરાગત શમી પૂજા કરશે. સિંધિયા પરિવાર રાજવી વેશભૂષામાં દેવને વંદન કરે છે. સાંજનાં સમયે શમી પૂજા થશે.