Politics/ બેકબેંચર પર બોલ્યા સિંધિયા- રાહુલ ગાંધીના જે હાલ છે, તેમને એવું જ લાગતું હશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પલટવાર કર્યો છે. સિંધિયાએ મંગળવારે કહ્યું કે આ એક અલગ સ્થિતિ હોત, રાહુલ ગાંધીને એવું જ લાગી રહ્યું છે જેવી સ્થિતિ અત્યારે તેઓની છે જેવી મારી કોંગ્રેસમાં હતી. હકીકતમાં, રાહુલે સિંધિયાને ભાજપના બેકબેંચર ગણાવ્યા હતા. આ પહેલા મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ […]

Top Stories India Politics
11 03 2020 rahul gandhi and jyotiraditya scindia બેકબેંચર પર બોલ્યા સિંધિયા- રાહુલ ગાંધીના જે હાલ છે, તેમને એવું જ લાગતું હશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પલટવાર કર્યો છે. સિંધિયાએ મંગળવારે કહ્યું કે આ એક અલગ સ્થિતિ હોત, રાહુલ ગાંધીને એવું જ લાગી રહ્યું છે જેવી સ્થિતિ અત્યારે તેઓની છે જેવી મારી કોંગ્રેસમાં હતી. હકીકતમાં, રાહુલે સિંધિયાને ભાજપના બેકબેંચર ગણાવ્યા હતા.

આ પહેલા મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું છે કે રાહુલ ગાંધીને આ પ્રયોગ રાજસ્થાનમાં કરીને સચીન પાયલોટને મખ્યમંત્રી બનાવી દેવા જોઇએ. મિશ્રાએ કહ્યું કે ઘણી જલદી રાહુલ ગાંધીને સમજાઇ ગયું છે કે મધ્યપ્રદેશમાં સિધિયાજી વગર કોંગ્રેસ શૂન્ય છે.

ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ એક પ્રયોગ રાજસ્થાનમાં કરીને સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવી દેવા જોઇએ, જે લોકો 2 વર્ષથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નથી બનાવી શક્યા તેઓ મુખ્યમંત્રી બનાવવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસે પુરી ચૂંટણી લડી હતી સિંધિયાના નામે અને જેવી સરકાર બની કમલનાથને આગળ ધરી દિધા. 11 દિવસમાં લોન માફ કરી દઇશું નહીં તો મુખ્યમંત્રી બદલી નાંખીશુ. ન બદલ્યા તો અમે બદલી નાંખ્યા.

મહત્વનું છે કે સોમવારે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રી બની ગયા હોત જો તેઓ કોંગ્રેસની સાથે રહ્યા હોત, પરંતુ સિંધિયા ભાજપના બેકબેંચર બની ગયા છે.