Dharma & Bhakti/ આજે કાળ ભૈરવ જયંતિ…જાણો એમના શિવ સ્વરુપો અને સંધ્યા પૂજાના મુહૂર્ત વિશે…

શિવજીનું રૌદ્ર સ્વરુપ એ સ્વયં કાળ ભૈરવ છે…કાળ ભૈરવની વિશેષ પૂજા-ઉપાસના કાળ ભૈરવ જયંતિના દિવસે સંધ્યાકાળે કરવામાં આવે છે…ભૈરવ અષ્ટમીનુ વ્રત..

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: કારતક વદ આઠમનો દિવસ કાળ ભૈરવ (Kal Bhairav)ને સમર્પિત હોય છે. હિન્દુ સનાતન ધર્મમાં આ પર્વને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ વિશેષ દિવસ ભૈરવ જયંતિ, કાળ ભૈરવ અષ્ટમી કે ભૈરવ અષ્ટમી (Bhairav Jayanti, Kal Bhairav Jayanti, Bhairav Ashtami)ના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન શિવના ઉગ્ર સ્વરુપની આરાધના કરવામાં આવે છે. શિવજીનું રૌદ્ર સ્વરુપ એ સ્વયં કાળ ભૈરવ છે. આ દિવસે એમનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ભૈરવ અષ્ટમીનું વ્રત કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોક્ત રીતે, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી (Kartik Krishna Paksh Ashtami)એ કાળ ભૈરવની ઉપાસના કરવાનું વિશેષ મહાત્મ્ય હોય છે. આ ભૈરવ અષ્ટમીએ ભગવાન ભોળાનાથ (Lord Shiva)નું પ્રલયંકારી અને રક્ષક સ્વરુપ પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે. આ દિવસે ભક્તજનો ભૈરવની ઉપાસના કરીને ભય, સંકટ અને નકારાત્મકતાથી મુક્તિની પ્રાર્થના કરે છે. જ્યોતિષ મત (Astrology) અનુસાર, આ કારતક માસમાં ભગવાન કાળ ભૈરવની વિશેષ પૂજાનું વિધાન શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલું છે. આથી જ આ પર્વ ભૈરવ અષ્ટમી કે કાલાષ્ટમીના નામે પણ પ્રચલિત છે.

શાસ્ત્રોક્ત માન્યતાઓ અનુસાર, તંત્ર સાધના અને ખાસ કરીને શિવજીની તંત્ર સાધના (Tantra Sadhana)માં ભૈરવનું મહત્વ વિશેષ રહેલું છે. આમ તો ભૈરવ ભગવાન ભોળાનાથનું રૌદ્ર સ્વરુપ (Rudra Form of Shiva) છે પણ અમુક સંદર્ભો મુજબ, એમને શિવના પુત્ર પણ માનવામાં આવે છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા છે કે, જો કોઈ પણ ભક્ત શિવજીના પંથનું અનુસરણ કરે તો એને પણ ભૈરવ કહેવાય છે. આ ઉપરાંત, એમની પૂજા કરવાથી શનિ અને રાહુ (Shani, Rahu)ના વિઘ્નોથી જીવનમાં મુક્તિ મળે છે.

ભગવાન ભૈરવના વિવિધ સ્વરુપો

બટુક ભૈરવ (આનંદ ભૈરવ)

આ સ્વરુપો પૈકી બટુક ભૈરવ અને કાળ ભૈરવ (Batuk Bhairav, Kal Bhairav)ની પૂજા સર્વોત્તમ છે. બટુક ભૈરવ ભગવાનના બાળ સ્વરુપ છે અને એમને ‘આનંદ ભૈરવ’ પણ કહેવાય છે. એક સૌમ્ય સ્વરુપ છે જેની ઉપાસનાથી શીધ્ર ફળ પ્રાપ્ત થાય છે.

કાળ ભૈરવ

કાળ ભૈરવ શિવનું સાહસિક ભૈરવ સ્વરુપ છે. આ યુવાન રુપની આરાધનાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. કોર્ટ-કચેરીમાં કોઈ વિવાદ ચાલતો હોય તો એમાં વિજય પ્રાપ્ત થાય છે.

અસિતાંગ ભૈરવ અને રુદ્ર ભૈરવ

ભગવાન ભોળાનાથના આ સ્વરુપોનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને, એમની ઉપાસના મોક્ષ અને કુંડલિની (Moksha & Kundalini) જાગૃતિની સાધના સમયે કરવામાં આવે છે.

વારાણસી (કાશી) ખાતે બાબા કાળ ભૈરવનું વિશ્વ વિખ્યાત મંદિર સદીઓથી ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

ભૈરવ જયંતિ 2025ની તિથિ અને શુભ મુહૂર્ત (Tithi & Shubh Mahurat)

વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ 11 નવેમ્બર 2025ની રાત્રિએ 11 વાગીને 09 મિનિટથી માંડીને 12 નવેમ્બર, 2025 અર્થાત્ આજે રાત્રે 10 વાગીને 58 મિનિટે સમાપ્ત થશે.

આજના પૂજા મુહૂર્ત આ મુજબ રહેશે.

વિજય મુહૂર્ત

બપોરે 1 વાગીને 53 મિનિટથી 2 વાગીને 36 મિનિટ સુધીનું રહેશે.

ગોધૂલિ મુહૂર્ત

સાયંકાળે 5 વાગીને 29 મિનિટથી 5 વાગીને 55 મિનિટ સુધીનું રહેશે.

ભગવાન કાલ ભૈરવની ઉપાસનાની વિધિ

કાળ ભૈરવની વિશેષ પૂજા-ઉપાસના ભૈરવ જયંતિના દિવસે સંધ્યાકાળે કરવામાં આવે છે. એમની સમક્ષ મોટા દીવામાં સરસવના તેલ (Mustard Oil)નો દીપક પ્રજ્વલિત કરવો. ત્યાર બાદ, અડદની બનેલા કે દૂધની બનેલી વસ્તુનો પ્રસાદ (Prasad) ધરાવવો. પ્રસાદ અર્પણ કર્યા પછી ભૈરવ મંત્રોનો જાપ કરવો. શક્ય હોય તો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો.

કાલ ભૈરવ સરળ મંત્ર

“ૐ શ્રી કાલભૈરવાય નમ:”

વિશેષ શક્તિશાળી સાધના મંત્રો

“ૐ કાલકાલાય વિદ્મહે કાલતીતયા ધીમહિ તન્નો ભૈરવ: પ્રચોદયાત્”

“ૐ ભ્રં કાલભૈરવાય સર્વ બાધા નિવારણાય હું ફટ્”

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…