Not Set/ કબડ્ડી વિશ્વકપ/ પાકિસ્તાન પહોંચી ભારતીય ટીમ, ખેલાડીઓને ફૂલો આપીને કરાયું સ્વાગત

ભારતીય ટીમ કબડ્ડી વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાનનાં લાહોર શહેર પહોંચી ગઇ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સ્પોર્ટ્સ બોર્ડનાં પ્રવક્તાએ જણાવ્યું છે કે, બોર્ડનાં અધિકારીઓએ ખેલાડીઓને ફૂલો આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમ વાઘા બોર્ડર થઈને લાહોર પહોંચી હતી. પંજાબ પ્રાંતનાં રમતગમત પ્રધાને ભારતીય ટીમને જ્યાં રોકાઇ છે તે સ્થાનિક હોટેલમાં તેમનું […]

Sports
Indian Kabaddi Team કબડ્ડી વિશ્વકપ/ પાકિસ્તાન પહોંચી ભારતીય ટીમ, ખેલાડીઓને ફૂલો આપીને કરાયું સ્વાગત

ભારતીય ટીમ કબડ્ડી વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાનનાં લાહોર શહેર પહોંચી ગઇ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સ્પોર્ટ્સ બોર્ડનાં પ્રવક્તાએ જણાવ્યું છે કે, બોર્ડનાં અધિકારીઓએ ખેલાડીઓને ફૂલો આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમ વાઘા બોર્ડર થઈને લાહોર પહોંચી હતી. પંજાબ પ્રાંતનાં રમતગમત પ્રધાને ભારતીય ટીમને જ્યાં રોકાઇ છે તે સ્થાનિક હોટેલમાં તેમનું સ્વાગત કર્યું હતુ.

Image result for indian kabaddi team

9 ફેબ્રુઆરીથી લાહોરમાં કબડ્ડી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. 12 અને 13 ફેબ્રુઆરીએ ફૈસલાબાદમાં અને 14 ફેબ્રુઆરીએ પંજાબ પ્રાંતનાં શહેર ગુજરાતમાં પણ મુકાબલાઓ હશે. વર્લ્ડ કપ ફાઇનલ 16 ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે. વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પાકિસ્તાનમાં પહેલીવાર કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. દસ દેશોની ટીમો આમાં ભાગ લઈ રહી છે. જર્મની, ઈરાન અને અઝરબૈજાનની ટીમો પણ લાહોર પહોંચી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.