T20 World Cup/ કપિલ દેવે T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનાં ટોપ-4 માંથી નિકળ્યા બાદ IPL ને લઇને આપ્યું મોટું નિવેદન

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવ અનુસાર, BCCI અને ભારતીય ક્રિકેટે તુરંત જ આગામી વર્લ્ડકપ માટે આયોજન કરવું જોઈએ. T20 વર્લ્ડકપ વર્ષ 2022માં રમાશે અને ભારત આ વર્ષે નોકઆઉટ માટે ક્વોલિફાય થયું નથી, જે ICC ની આઠ ઈવેન્ટ્સમાં પ્રથમ વખત બન્યું છે. 

Sports
કપિલ દેવ

રવિવારે ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત મેળવી ટીમ ઈન્ડિયાનાં સેમિફાઇનલમાં પહોંચવાના રસ્તા સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. જે બાદથી ટીમ ઈન્ડિયાને લઇને આલોચકો હવે વધુ કડક નિવેદનો આપી રહ્યા છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં T20 વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ કપિલ સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ વર્લ્ડકપ વિજેતા કપિલ દેવે એક મોટું નિવેદન આપ્યુ છે.

Team India

આ પણ વાંચો – T20 World Cup / રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, જે બુમરાહ અને મલિંગા નથી કરી શક્યા તે કરી બતાવ્યું

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવ અનુસાર, BCCI અને ભારતીય ક્રિકેટે તુરંત જ આગામી વર્લ્ડકપ માટે આયોજન કરવું જોઈએ. T20 વર્લ્ડકપ વર્ષ 2022માં રમાશે અને ભારત આ વર્ષે નોકઆઉટ માટે ક્વોલિફાય થયું નથી, જે ICC ની આઠ ઈવેન્ટ્સમાં પ્રથમ વખત બન્યું છે. કપિલે T20 વર્લ્ડકપમાં ભારતનાં ખરાબ પ્રદર્શનને લઇને કેટલાક કારણો તરફ ધ્યાન દોર્યું. કપિલે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું, કે “ભવિષ્યને જોવાનો સમય આવી ગયો છે. તમારે તુરંત જ પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એવું નથી કે વર્લ્ડકપ પૂરો થઈ ગયો હોવાથી ભારતીય ટીમનું સમગ્ર ક્રિકેટ ખતમ થઈ ગયું છે, જાઓ અને એક પ્લાન બનાવો. મને લાગે છે કે તે થવું જોઈએ. IPL અને વર્લ્ડકપ વચ્ચે થોડો તફાવત હોવો જોઇતો હતો.પરંતુ એ ચોક્કસ છે કે આજે આપણા ખેલાડીઓ પાસે ઘણું એક્સપોઝર છે, પરંતુ તેઓ તેનો મહત્તમ ઉપયોગ કરી શક્યા નથી. મોટા નિવેદનમાં ભારતનાં પૂર્વ કેપ્ટને કહ્યું કે, કેટલાક ક્રિકેટરો IPL રમવાનું પસંદ કરે છે અને પહેલા દેશનું પ્રતિનિધિત્વ કરવાને મહત્વ આપી રહ્યા નથી. BCCI એ આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. જો કે કપિલે ભારપૂર્વક કહ્યું હતું કે, તે ક્રિકેટરોનાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાના વિચારની વિરુદ્ધ નથી પરંતુ ઓર્ડર તેનાથી વિપરીત હોવો જોઈએ.

kapil dev and team india

આ પણ વાંચો – T20 World Cup / મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલને કર્યો ફેલ, 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

“જ્યારે ખેલાડીઓ દેશ માટે રમવા કરતાં IPL ને પ્રાથમિકતા આપે છે, ત્યારે આપણે શું કહી શકીએ. ખેલાડીઓને તેમના દેશ માટે રમીને ગર્વ હોવો જોઈએ. હું તેમની આર્થિક સ્થિતિ વિશે જાણતો નથી, તેથી વધુ કહી શકતો નથી. પરંતુ મને લાગે છે કે તે પહેલા દેશની ટીમ અને પછી ફ્રેન્ચાઇઝી હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે ત્યાં (ફ્રેન્ચાઇઝી માટે) ક્રિકેટ ન રમો, પરંતુ હવે તેમની ક્રિકેટને વધુ સારી રીતે પ્લાન કરવાની જવાબદારી BCCI પર છે. અમારા માટે સૌથી મોટો પાઠ એ છે કે આપણે આ ટૂર્નામેન્ટમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઇએ.