Not Set/ કર્ણાટક : બળવાખોર ધારાસભ્યની અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી

કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલરનાં 16 ધારાસભ્યોએ પોતાનુ રાજીનામુ સ્વીકાર ન કર્યા બાદ સ્પીકર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો. પહેલા 10 ધારાસભ્યોએ અરજી દાખલ કરી હતી અને તે પછી અન્ય ધારાસભ્યોએ પણ સુપ્રિમ કોર્ટની શરણ લીધી હતી. આ પહેલા શુક્રવારે પણ આ મામલામાં સુનવણી થઇ હતી, જેમા સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે, આ […]

Top Stories India
Congress JDs MLAs in Karnataka કર્ણાટક : બળવાખોર ધારાસભ્યની અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી

કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલરનાં 16 ધારાસભ્યોએ પોતાનુ રાજીનામુ સ્વીકાર ન કર્યા બાદ સ્પીકર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો. પહેલા 10 ધારાસભ્યોએ અરજી દાખલ કરી હતી અને તે પછી અન્ય ધારાસભ્યોએ પણ સુપ્રિમ કોર્ટની શરણ લીધી હતી. આ પહેલા શુક્રવારે પણ આ મામલામાં સુનવણી થઇ હતી, જેમા સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે, આ મામલામાં વિસ્તારથી સુનવણીની જરૂરિયાત છે, જેથી કોર્ટે તે પછીની સુનવણીની તારીખ મંગળવાર એટલે કે 16 ફેબ્રુઆરીની રાખી હતી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ આજે આ વિષય પર નિર્ણય સંભળાવી શકે છે. બીજી તરફ મુંબઈનાં ફાઇવ સ્ટાર રિઝોર્ટમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યોની સુરક્ષાને પણ વધારી દેવામાં આવી છે. હોટલમાં રોકાયેલા દરેક ધારાસભ્ય હવે ઉપરનાં ફ્લોરમાં ચાલ્યા ગયા છે. સાથે જ આસપાસ સુરક્ષાનાં ઘણા લેયર તૈયાર કરવામાં આવ્યા છે. વળી 18 જુલાઈએ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાની છે. ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમતનો દાવો કર્યો છે. બીજી તરફ ભાજપ સરકારનાં અલ્પમતમાં હોવાની વાત કહીને કુમારસ્વામીએ સરકાર પાસેથી રાજીનામાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.