AAP/ સુરતમાં ગોપાલ ઇટાલિયાના કામથી કેજરીવાલ ખુશ, ફોન કરીને પાઠવી શુભકામના

સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે.

Gujarat Surat
a 319 સુરતમાં ગોપાલ ઇટાલિયાના કામથી કેજરીવાલ ખુશ, ફોન કરીને પાઠવી શુભકામના

તમામ 6 મહાનગરપાલિકા પર ભાજપ આગળ છે. ત્યારે 4 પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટમાં 48 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક ભાજપને કબ્જે આવી છે. તો અન્ય વોર્ડમાં પણ ભાજપ આગળ છે. સર્વત્ર કેસરિયો લહેર્યો છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 5 વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 23 ઉમેદવારો જીત્યા છે.

સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે.

ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે. આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપને ટક્કર આપતાં 27 બેઠકો પર વિજયી થઈ ચૂકી છે. હજુ પણ વધુ બેઠકો પર આપનું ખાતું ખુલી શકે છે.

આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મનપાની ચૂંટણીમાં મળેલી જીત બદલ સુરતવાસીઓનો આભાર માનતા પોસ્ટરો ઠેર ઠેર લગાવવાનું શરુ કરી દીધું છે. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય સફળતા મેળવી છે. જેના સાથે જ રાજ્યમાં નવા રાજકિય પક્ષનો ઉદય થયો છે.