Not Set/ કેજરીવાલ એન્ડ કંપની હિન્દુ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંઘ કરે,હિન્દુ સમાજ સહિષ્ણુતામાં માને છેઃ જીતુ વાઘાણી

આમ આદમી પાર્ટીના દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓને ન પુજવા શપથ લેવડાવતો વિડિયો મીડિયામા વાયરલ થયો છે

Top Stories Gujarat
1 47 કેજરીવાલ એન્ડ કંપની હિન્દુ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંઘ કરે,હિન્દુ સમાજ સહિષ્ણુતામાં માને છેઃ જીતુ વાઘાણી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓને ન પુજવા શપથ લેવડાવતો વિડિયો મીડિયામા વાયરલ થયો છે. આ વાયરલ વિડિયોથી હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે. આ સમગ્ર મામલે આજરોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આપના નેતાની ઉપસ્થિતિમાં ધર્માતરણના કાર્યક્રમમમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.. ભગવાન બ્રહ્મા,વિષ્ણુ ,મહેશ અને ભગવાન મહાદેવજીના અપામન કરતો વિડિયો સામે આવ્યો છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણન ભગવાનને અપમાનીત કરવામાં આવ્યા છે. આપના નેતા રાજેન્દ્રપાલની ઉપસ્થિતિમાં આવા શપથ લેવડામાં આવ્યા છે કે હિન્દુ દેવી-દેવતાઓને નહી માનીએ અને તેમનું પુજન નહી કરીએ. હિન્દુ સમાજનું અપમાન કર્યુ છે અને હિન્દુ સમાજની આસ્થા અને શ્રદ્ધા પર થુકવાનું કામ કર્યુ છે.  જીતુ વાઘાણીએ હિન્દુ દેવી દેવતાના અપમાનના વિડિયોને વખોડતા ચેતવણી આપી કે, હિન્દુ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંઘ કરે. હિન્દુ સમાજ સહિષ્ણુતામાં માને છે. કેજરીવાલ એન્ડ કંપનીનો નાટક મંડળીનો ચહેરો આજે સમાજ સમક્ષ ઉજાગર થયો છે. આ ગુજરાતની ઘરતી છે ગુજરાતની ભૂમિ સંતો,મહંતોની ભૂમિ છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ ટુકડે ટુકડે ગેંગ દ્વારા એન્ટી ઇન્ડિયા માટે નારા લાગતા હતા તે સમયે કેજરીવાલ આ ટુકડે ટુકડે ગેંગની સમર્થનમાં તેમની સાથે ઊભા રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ચાવવાના દાંત અને બતાવવાના દાંત જુદા છે. આમ આદમી પાર્ટીના મંત્રીઓ કૌભાંડ કરી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ગુજરાતની ભોળી જનતા સમક્ષ આમ આદમી પાર્ટીનો નકલી ચહેરો ખુલ્લો પડયો છે. આમ આદમી પાર્ટીના નેતાની ઉપસ્થિતિમાં આ રીતનું હિન્દુ સમાજનું અપમાન થતું હોય અને તેમના મંત્રીએ નિવેદનને અટકાવવાનો પ્રયાસ ન કર્યો તે એક ષડયંત્રનો ભાગ હોય તેમ લાગી રહ્યું છે. ઘર્માતંરણના કાર્યક્રમને ભાજપ યોજના પુર્વકનું ષડયંત્ર માને છે, આમ આદમી પાર્ટી વોટ બેંકની રાજનીતી કરી રહી છે. હિન્દુ સમાજ શાંતીથી રહેવા વાળો સમાજ છે,આપ પાટીના નેતાઓમાં હિમ્મત હોય તો અન્ય ઘર્મસંપ્રદાય માટે આવા નિવેદનો કરી બતાવે. આમ આદમી પાર્ટી હિન્દુ સમાજની પરીક્ષા ન લે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, લોભ લાલચ આપી જનતાને ભ્રમિત કરી ગેર માર્ગે દોરનારી આમ આદમી પાર્ટીની વોટ બેંકની રાજનીતીને ગુજરાત અને ગુજરાતના નાગરિકો કયારેય નહી સ્વીકારે તેવો વિશ્વાસ વ્યકત કર્યો અને આકરા આક્ષેપ કરતા જણાવ્યું કે, હિન્દુ દેવી દેવતાઓના વિરોઘમાં નિવેદનો કરીને તમે કોને ખુશ કરવા માંગો છો તેનો જવાબ તમારે જનતાને આપવો જ પડશે. સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજયમાં આવા નિમ્ન કક્ષાના હિન્દુ ઘર્મ વિરોઘી શપથ બાબતે કાનુની કાર્યવાહીની માંગ ઉઠાવી હતી.