Not Set/ કેશોદ/ મગફળી મુદ્દે ખેડૂતોનાં ચક્કાજામ, વાહનનાં થપ્પા લાગતા યાર્ડમાં શરૂ કરાઇ ખરીદી

કેશોદનો મુખ્ય માર્ગ બંધ કરવમાં આવ્યો, સામનાથ – જૂનાગઢ-રાજકોટ-અમદાવાદ રોડ ખેડૂતો દ્વારા બંધ કરવાનાં અડધો કલાકમાં તો હાઇવે પર ગાડીઓની લાંબી લાઇન લાગી ગઇ અને વાહના થપ્પાને થપ્પા જોવામાં આવ્યા. લોકોમાં પણ અજંપો જોવામાં આવ્યો અને આ તમામ ઘટના પાછળનું કારણ હતું પરેશાન ખેડૂત. જી હા કેશોદમાં ખેડૂતોનો પુનઃ પ્રચંડ આક્રોષ જોવા મળ્યો છે. કેશોદ […]

Gujarat Others
keshod કેશોદ/ મગફળી મુદ્દે ખેડૂતોનાં ચક્કાજામ, વાહનનાં થપ્પા લાગતા યાર્ડમાં શરૂ કરાઇ ખરીદી

કેશોદનો મુખ્ય માર્ગ બંધ કરવમાં આવ્યો, સામનાથ – જૂનાગઢ-રાજકોટ-અમદાવાદ રોડ ખેડૂતો દ્વારા બંધ કરવાનાં અડધો કલાકમાં તો હાઇવે પર ગાડીઓની લાંબી લાઇન લાગી ગઇ અને વાહના થપ્પાને થપ્પા જોવામાં આવ્યા. લોકોમાં પણ અજંપો જોવામાં આવ્યો અને આ તમામ ઘટના પાછળનું કારણ હતું પરેશાન ખેડૂત.

જી હા કેશોદમાં ખેડૂતોનો પુનઃ પ્રચંડ આક્રોષ જોવા મળ્યો છે. કેશોદ અને આસપાસનાં ખેડૂતો કેશોદ માર્કેટીંગ યાર્ડમાં પોતાની મગફળી વહેચાની રાહમાં હતા, રાહમાં એટલા માટે કે અહી ફરી પાછી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવી હતી. આવો જ ઘાટ પહેલા પણ થયો હતો. મગફળીના મુદ્દે કેશોદના ખેડૂતો રોષે ભરાયા હતા.  પોતાનો રોષ વ્યક્તા ખેડૂતોએ  હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને માર્કેટિંગ યાર્ડ સામે દેખાવો શરુ કર્યા હતા.

કેશોદ જુનાગઢ હાઇવે પર ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડનાં અધિકારીઓ ખેડૂતોનો રોષ પારખી ગયા અને તુરંત યાર્ડ ખાતે દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા સીઝફાયરીંગનું કામ કરી માર્કેટીંગ યાર્ડમાં ફરી મગફળીની ખરીદી ચાલુ કરાવી કે ચાલુ કરવાની ફરજ પડી, પરંતુ ફરી મગફળીની ખરીદી શરુ કરવામાં આવી. બાદમાં ખેડૂતો દ્વારા હાઇવે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કેશોદમાં માર્કેટીંગ યાર્ડ દ્વારા પૂર્વે પણ એક કરતા વધું વખત ટેકાનાં ભાવે સરકાર દ્વારા ખરીદવામાં આવતી મગફળીની ખરીદી કોઇને કોઇ બહાના સામે રાખીને બંધ કરવાંમાં આવી છે. ત્યારે જો આ કાર્ય ખેડૂત સહાય માટેનું જ છે તો કેમ વારંવાર આવી રીતે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવે છે. આ માટે કોણ અને કોની જવાબદારી છે ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.