અકસ્માત/ KGF અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ત્રણ યુવકોના મોત

KGF અભિનેતા યશના 38માં જન્મદિવસ નિમિત્તે તેના માટે કટ આઉટ બનાવતી વખતે તેના ત્રણ ચાહકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના મધ્યરાત્રિએ બની હતી.

Top Stories Entertainment
YouTube Thumbnail 92 KGF અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ત્રણ યુવકોના મોત

KGF અભિનેતા યશને આજે કોઈ પરિચયની જરૂર નથી. અભિનેતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. દેશભરમાં તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. KGF અભિનેતા આજે તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને હંમેશની જેમ આ વર્ષે પણ તેના ચાહકો જન્મદિવસની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન, અભિનેતા યશના ચાહકો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, અહેવાલ છે કે અભિનેતાના ત્રણ ચાહકો તેના જન્મદિવસની તૈયારી દરમિયાન મૃત્યુ પામ્યા છે.

અભિનેતા યશના જન્મદિવસની ઉજવણી કરતી વખતે 3 ચાહકોના મોત

સુપરસ્ટાર યશના ચાહકો તેના જન્મદિવસની ઉજવણી માટે એક દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. અભિનેતા યશના જન્મદિવસના ખાસ અવસર પર એક દુખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે KGF ફેમ યશનું કટ-આઉટ લગાવતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

KGF એક્ટર યશના જન્મદિવસે ક્યાં થયો અકસ્માત?

KGF ફેમ અભિનેતા યશના જન્મદિવસ વિશે ઉત્સાહિત ચાહકો કટ આઉટ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં મધરાતે થયો હતો. આ ઘટનામાં હનમંતા હરિજન (21), મુરલી નાદવિનમણી (20), નવીન ગાઝી (19)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેતા યશનો વર્કફ્રન્ટ

યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2માં જોવા મળ્યો હતો. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા હતા. આ પછી યશે હજુ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી, પરંતુ અફવા છે કે તે ફિલ્મ નિર્માતા નીતિશ તિવારીની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: