સુપરસ્ટારને મળી ધમકી/ ભાજપમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે કિચ્ચા સુદીપને મળ્યો ધમકીભર્યો પત્ર, પોલીસે નોંધી FIR

ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ મામલે પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Top Stories India
કિચ્ચા સુદીપને

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા, લોકપ્રિય કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ અને દર્શન તુગુડીપા આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને કલાકારો કર્ણાટકના બેંગલુરુની એક ખાનગી હોટલમાં બપોરે 1:30 અને 2:30 વાગ્યે પાર્ટીમાં જોડાશે. “તે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને અન્ય પાર્ટી નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાશે,” સૂત્રોએ જણાવ્યું. જો અહેવાલોનું માનીએ તો કિચ્ચા સુદીપ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ થશે.

 કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ સત્તા પક્ષ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે તેમને ધમકી મળી છે. સુપરસ્ટારના મેનેજરને ધમકીભર્યો પત્ર મળ્યો છે અને તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસની તપાસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચને પણ સોંપાઈ શકે છે.

એક્ટરના મેનેજર દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પુટ્ટેનાહાલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે, IPCની કલમ 504, 506 અને 120 (B) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB)ને સોંપવા અંગે સનિયર પોલીસ અધિકારીઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે કિચ્ચા સુદીપના મેનેજર જેક મંજુને ધમકીભર્યો પત્ર મળ્યો છે, અજાણી વ્યક્તિ દ્વારા આ પત્ર મોકલવામાં આવ્યો છે. ધમકી સાથે એક્ટરનો ‘પ્રાઈવેટ વીડિયો’ વાયરલ કરવાની વાત પણ કરવામાં આવી છે.

કિચ્ચા સુદીપ માત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ લોકપ્રિય ચહેરો છે. તેણે ફિલ્મ ‘ફૂંક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2માં વિલન તરીકે જોવા મળ્યો હતો.

કર્ણાટકમાં 10 મે ના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને 13 મેના રોજ મતગણતરી થશે. કર્ણાટકમાં ભાજપની સરકાર છે અને તે સત્તામાં રહેવા માટે જોરદાર તૈયારી કરી રહી છે. આ વખતે પાર્ટીએ રાજ્યમાં પૂર્ણ બહુમતી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કિચ્ચા સુદીપ માત્ર એક સારા અભિનેતા જ નથી, પરંતુ તેમણે દિગ્દર્શક તરીકે પણ સફળ કારકિર્દી બનાવી છે. તેણે વર્ષ 2006માં તેની પ્રથમ ફિલ્મ ‘માય ઓટોગ્રાફ’નું નિર્દેશન કર્યું હતું. તેણે ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું હતું.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો