Kidnapping/ આઠ વર્ષના બાળકનું અપહરણઃ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાયો

પોરબંદરમાં પોલીસે આઠ વર્ષના બાળકના અપહરણનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને પ્રશંસનીય કામગીરી બજાવી છે. પોલીસે બાળક અને આરોપી બંનેને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા છે

Top Stories Gujarat
Mantavyanews 1 22 આઠ વર્ષના બાળકનું અપહરણઃ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાયો

પોરબંદરઃ પોરબંદરમાં પોલીસે આઠ વર્ષના બાળકના Kidnapping અપહરણનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને પ્રશંસનીય કામગીરી બજાવી છે. પોલીસે બાળક અને આરોપી બંનેને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા છે અને બાળક સાથે આરોપી કોઈપણ પ્રકારના કૃત્યને અંજામ આપે તે પહેલા પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. આઠ વર્ષના બાળકના અપહરણના સમાચાર મળવાના પગલે પોલીસ તરત જ એકશનમાં આવી ગઈ હતી. પોલીસે તુરત જ કાર્યવાહી કરતા નાકાબંધી કરી હતી.

જામનગર અને પોલીસની ટીમે સંયુક્ત ધોરણે કામ કરતા નાકાબંદી કરી હતી. પોલીસની સઘન કાર્યવાહી કરતા બંને વિસ્તારમાં તેના બાતમીદારોની ટીમ સક્રિય કરી દીધી હતી. પોલીસની સૂચનાના પગલે બાતમીદારોએ Kidnapping પોરબંદર અને જામનગર ખૂંદી કાઢતા બાળકની ભાળ મળી હતી. બાળકને શોધી કાઢવામાં મહિલા ડીવાયએસપી ઋતુરાબાની સૂઝબૂઝે પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું બાતમીદારોનું કહેવું છે. બાતમીદારો પણ તેમના દિશાનિર્દશોને અનુસરતા બાળક હેમખેમ મળી આવ્યું હતું અને આરોપી ઝડપાઈ ગયો હતો.

બાળક હેમખેમ મળી આવતા તેના કુટુંબીજનોમાં આનંદની લહેર દોડી ગઈ છે. બધા પોલીસની આટલી ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે. તેની સાથે ભવિષ્યમાં બીજા ગુનામાં પણ આટલી ઝડપી કાર્યવાહી થાય તેવી Kidnapping અપેક્ષા રાખી રહ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને અટકાયતમાં લીધો છે. તેની સાથે અપહરણ પાછળના કારણની તપાસ પણ આરંભી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં તેની બધી વિગતો મળી જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતમાં બાળકના અપહરણનો કેસ હતો, તેમા ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે આરોપીઓને તેમા પકડી તો લીધા પણ તેઓે બાળકની હત્યા કરી નાખી હતી. સદનસીબે આ કિસ્સામાં આવું કશું થયું નથી.

 

આ પણ વાંચોઃ kidnap/સુરતમાં બે દી’ પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી

આ પણ વાંચોઃ Gujarat Youth-Kidnapping/આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, ગુજરાતની જૂનાગઢ પોલીસે પરત અપાવ્યો દીકરો

આ પણ વાંચોઃ Manipur Violence/મણિપુરમાં સેનાના જવાનનું અપહરણ કર્યા બાદ હત્યા કરતા અજંપાભરી સ્થિતિ