Not Set/ સ્કુલે જવા માટે આ વિદ્યાર્થીઓ તપેલીમાં બેસીને પાર કરે છે નદી, જુઓ વિડીયો

નવી દિલ્લી ભારતમાં શિક્ષાના અધિકાર લાગુ કર્યા એને ઘણો સમય થઇ ગયો છે પર પરંતુ આજે પણ શિક્ષાની વ્યવસ્થા સુધારવાના પ્રયત્નો ચાલુ જ છે. ઘણા વિસ્તારમાં જે સ્કૂલો અને વિદ્યાર્થીઓની સ્થિતિ ઘણી દયનીય છે. ન્યુઝ એજન્સી એએનઆઈ એ આસામની સ્કુલના બાળકોનો એક આવો જ દયનીય વિડીયો પોસ્ટ કર્યો છે. #WATCH Students of a primary govt […]

Top Stories India Trending
asam સ્કુલે જવા માટે આ વિદ્યાર્થીઓ તપેલીમાં બેસીને પાર કરે છે નદી, જુઓ વિડીયો

નવી દિલ્લી

ભારતમાં શિક્ષાના અધિકાર લાગુ કર્યા એને ઘણો સમય થઇ ગયો છે પર પરંતુ આજે પણ શિક્ષાની વ્યવસ્થા સુધારવાના પ્રયત્નો ચાલુ જ છે. ઘણા વિસ્તારમાં જે સ્કૂલો અને વિદ્યાર્થીઓની સ્થિતિ ઘણી દયનીય છે. ન્યુઝ એજન્સી એએનઆઈ એ આસામની સ્કુલના બાળકોનો એક આવો જ દયનીય વિડીયો પોસ્ટ કર્યો છે.

આ વિડીયો શિક્ષા વ્યવસ્થા અને સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.કેન્દ્ર સરકાર ભલે પૂર્વોત્તર રાજ્યોને સારી વ્યવસ્થા આપવાના દાવા કરતી રહે પરંતુ આજે પણ તે લોકો સામાન્ય અધિકારોથી વંચિત છે.

aaaaa સ્કુલે જવા માટે આ વિદ્યાર્થીઓ તપેલીમાં બેસીને પાર કરે છે નદી, જુઓ વિડીયો

આસામના બીશ્વ્નાથ જીલ્લામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કુલ જવા માટે રોજ પોતાનો જીવ જોખમમાં નાખે છે. અહીના વિદ્યાર્થીઓ એલ્યુમિનિયમની તપેલીમાં બેસીને નદીને પાર કરીને સ્કુલે પહોચે છે.

નદીને પાર કરવા માટે તેઓ તપેલીનો હોડી તરીકે ઉપયોગ કરે છે.

સરકારી સ્કુલ જવા માટે આ વિદ્યાર્થીઓને તપેલીમાં બેસીને નદી પાર કરવી પડે છે અને તપેલી રોજ સાથે રાખવી પડે છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ બાળકો સાથે તપેલીમાં તેમની સાથે પુસ્તક ભરેલી સ્કુલ બેગ પણ જોડે છે. જો વજનના લીધે થોડી પણ તપેલી ડગમગી જાય તો બાળકો પાણીમાં ડૂબી શકે છે અને કોઈ અજાણ્યો હાદસો પણ બની શકે છે.

આ મામલે સ્કુલના શિક્ષક જે દાસનું કહેવું છે કે, મને હંમેશા સ્કુલના બાળકોને તપેલીમાં બેસીને આ રીતે નદી પર કરતા જોઇને ડર લાગે છે. આહિયા ઘણા સમયથી કોઈ પુલ નથી. પહેલા વિદ્યાર્થીઓ સ્કુલે આવવા માટે કેળાના ઝાડના પાંદડામાંથી બનેલી હોડીનો ઉપયોગ કરતા હતા.

મીડિયા દ્વારા આ વિડીયો વાયરલ થતા આ વિસ્તારના બીજેપી મેમ્બર પ્રમોજ બોર્થુકુરે કહ્યું હતું કે આ જોઇને હું ઘણી શરમ અનુભવી રહ્યો છુ. આ વિસ્તારમાં એક પણ રસ્તો નથી,મને એ ખબર નથી પડતી કે સરકારે ટાપુ જેવા વિસ્તારમાં કેવી રીતે સરકારી સ્કુલ બનાવી ? અમે આ બાળકોને હોડી મળી રહે તેની વ્યવસ્થા કરશું અને સ્કૂલને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવા વિશે પણ જીલ્લાઅધિકારીને કહીશું.