KK Last Video/ મૃત્યુ પહેલા કે.કે.એ ગાયું આ ગીત, સાંભળીને ચાહકો રડી પડ્યા, પરફોર્મન્સનો છેલ્લો વીડિયો વાયરલ

કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન કે.કે.એ અંતિમ શ્વાસ લીધા હતા. કે.કે.ના છેલ્લા પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Entertainment
કે.કે.એ

પ્રખ્યાત ગાયક કે.કે.નો મધુર અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે. કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન કે.કે.એ અંતિમ શ્વાસ લીધા હતા. કે.કે.ના છેલ્લા પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અભી ન કરો છૂટને કી બાત સોંગ ગાતા જોઈ શકાય છે. કે.કે.ને સાંભળવા માટે કલકત્તાનું ઓડોટોરિયમ ભરચક હતું. ગાયક કે ચાહકોને ખબર નહીં હોય કે આ તેમનું છેલ્લું ગીત હશે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે કે.કે. આ ગીત ગાતા હતા ત્યારે તેમનો અવાજ સાંભળીને બધા મદહોશ થઇ ગયા હતા, તે દરમિયાન 53 વર્ષના કે.કે.ને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમને લાગતું હતું કે તેમની તબિયત સારી નથી. લાઈવ શો દરમિયાન તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા. આ પછી તેઓ હોટલમાં ગયા જ્યાં તેમનું હાર્ટ એટેકથી મોત થયું. જે ગાયક અભી ન કરો છૂટને કી બાત ગાતા હતા, તે બધાને છોડીને કાયમ માટે ચાલ્યા ગયા. કે.કે.ના મૃત્યુના સમાચાર સાંભળીને મનોરંજન ઉદ્યોગ આઘાતમાં છે. તે જ સમયે, ચાહકો વિશ્વાસ કરી શકતા નથી કે તેમનો પ્રિય ગાયક આ દુનિયામાં નથી.

Instagram will load in the frontend.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કે.કે.31મી મે ના રોજ લગભગ 8.30 વાગ્યે પોતાનું લાઈવ પરફોર્મન્સ પૂરું કરીને હોટેલ પરત ફર્યા હતા. શો દરમિયાન જ તેમની તબિયત સારી ન હતી. હોટેલમાં આવ્યા પછી પણ તેઓ બેચેન હતા. ત્યારે અચાનક તે જમીન પર પડી ગયા. આ જોઈને ત્યાં હાજર લોકો ચોંકી ગયા. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

 કે.કે.નું પૂરું નામ કૃષ્ણ કુમાર કુન્નાથ હતું. સંગીત તેમના માટે ધ્યાન હતું. કે.કે.નું પ્રથમ ગીત ‘છોડ આયે હમ’ ફિલ્મ ‘માચીસ’માં હતું.તે ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ‘તડપ તડપ’ ગીતથી પ્રસિદ્ધિ મેળવી હતી. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. કે.કે. લગ્ન સમારોહમાં ક્યારેય ગાયું નથી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ એક કરોડ આપે તો પણ તે લગ્નમાં ગીત નહીં ગાશે.

આ પણ વાંચો:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું

આ પણ વાંચો:ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ઇવેન્ટ રદ કરી,જાણો કેમ

આ પણ વાંચો:ભાજપને દાન પેટે આટલા કરોડ મળ્યા,કોંગ્રેસને મળેલી રકમથી તમે ચોંકી જશો,જાણો

logo mobile