Recipe/ સ્વાદમાં બેસ્ટ અને શરીર માટે છે ખુબ જ લાભદાયક છે આ હલવો

આજ લીલી હળદરના હલવા વિશે આપણે આજે જાણીશું, લીલી હળદરનો હલવો ખાવામાં તો મઝા આવશે જ સાથે સાથે શરીર માટે પણ આ હલવો ખુબ જ ગુણકારી છે, ચાલો જોઈએ લીલી હળદરનો હલવો બનાવવાની રીત…

Food Lifestyle
a 186 સ્વાદમાં બેસ્ટ અને શરીર માટે છે ખુબ જ લાભદાયક છે આ હલવો

શિયાળાનો સમય છે એટલે અત્યારે લીલી હળદર બજારમાં ઠેરઠેર મળે છે, અને હળદરના ઘણા ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ, આયુર્વેદમાં પણ હળદરના અસંખ્ય ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. ત્યારે આજ લીલી હળદરના હલવા વિશે આપણે આજે જાણીશું, લીલી હળદરનો હલવો ખાવામાં તો મઝા આવશે જ સાથે સાથે શરીર માટે પણ આ હલવો ખુબ જ ગુણકારી છે, ચાલો જોઈએ લીલી હળદરનો હલવો બનાવવાની રીત…

સામગ્રી

100 ગ્રામ લીલી હળદર

100 ગ્રામ ખંડ

1/2 કપ મિલ્ક પાઉડર75 ગ્રામ ઘી

200 ગ્રામ દૂધ

2 ટેબલ સ્પૂન સૂકો મેવો

1/4 કપ કાજુ

1/4 કપ ઘરની મલાઈ

બનાવવાની રીત

સૌ પહેલા તો તમે એક પેનમાં ઘી ગરમ મૂકવું. એમાં કાજુને તળી લેવા. લીલી હળદરને છીણી લેવી અને બે ચમચા ઘી લેવું. હવે આ ઘીમાં છીણેલી હળદર લઈ એમાં સિઝવા દેવી.

હળદર થોડી રંધાય પછી ખાંડ નાખી થોડી વાર થવા દેવી. હવે બીજું પેન લઈ એમાં મલાઈ અને મિલ્ક પાઉડર નાખવાં. સરખું મિક્સ કરી માવા જેવું તૈયાર કરવું.

ઘરે બનાવો લીલી હળદરનો હલવો, સ્વાદમાં છે બેસ્ટ અને શરીર માટે છે ખુબ જ લાભદાયક, રેસિપી નોંધી લેજો

હવે ખાંડ મિક્સ કરેલી લીલી હળદરવાળા પેનમાં ઉપર માવા જેવું જે મિશ્રણ તૈયાર છે એ મિક્સ કરવું. પછી બે મિનિટ માટે ગેસ પર ચડવા દેવું.

હવે તળેલા કાજુ મિક્સ કરવા. ટેસ્ટી-ટેસ્ટી લીલી હળદરનો હલવો સર્વિંગ પ્લેટમાં લઈ કાજુથી સજાવી સર્વ કરવું. તો તૈયાર છે એકદમ હેલ્ધી લીલી હળદરનો હલવો.

ઘરે બનાવો લીલી હળદરનો હલવો, સ્વાદમાં છે બેસ્ટ અને શરીર માટે છે ખુબ જ લાભદાયક, રેસિપી નોંધી લેજો - GujjuRocks | DailyHunt

આ હતી હળદરનો હલવો બનાવવાની રેસિપી, જે ખાવામાં પણ ખુબ ટેસ્ટી છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો