Gujarat Election/ ગોધરામાં UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર અને કાર સેવકો વિશે જાણો શું કહ્યું …

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે, હવે બીજા તબક્કાની બેઠક માટે તમામ રાજકિય પાર્ટીઓએ પ્રચાર તેજ કરી દીધો છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
7 5 1 ગોધરામાં UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર અને કાર સેવકો વિશે જાણો શું કહ્યું ...

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે, હવે બીજા તબક્કાની બેઠક માટે તમામ રાજકિય પાર્ટીઓએ પ્રચાર તેજ કરી દીધો છે. ભાજપે ચૂંટણી જીતવા માટે મેઘા પ્રચારની રણનીતિ અપનાવી છે, જેના અતર્ગત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજયમાં સભાઓ ગજવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ ગુજરાતના પ્રવાસે છે .રાજ્યમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર  કરી રહ્યા છે. ગઇકાલે ગોધરામાં તેમણે એક જાહેર સભા સંબોધી હતી.

યોગી આદિત્યનાથે આ જાહેર સભા સંબોધતા કહ્યં કે 2002માં ગોધરામાં સંકલ્પ અને હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગોધરાના રામ ભક્તો પ્રત્યે આ સન્માનનો ભાવ છે. યાદ કરો 20 વર્ષ પહેલા રામ ભક્તોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું. આજે PM મોદીનું જે પ્રકારનું શુભ નેતૃત્વ મળી રહ્યુ છે, તેનું જ પરિણામ છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.આજે હું ખાસ ગોધરા આવ્યો છું અને તમને બધાને અપીલ કરું છું કે ગોધરા પરિવર્તન કરે છે અને ગોધરામાં જ્યારે એક સંકલ્પ લઈ લીધો ત્યારે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આગામી વર્ષના અંત સુધીમાં ભગવાન રામના મંદિરનું ભવ્ય નિર્માણ થઈ જશે. ગોધરાના રામ ભક્તો પ્રત્યે આ સન્માનનો ભાવ છે. યાદ કરો 20 વર્ષ પહેલા રામ ભક્તોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું.

તેમણે વધુમાં કહ્યું કે  અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર ભારતની આસ્થાનું સન્માન છે, ગોધરાના રામ ભક્તો પ્રત્યે સમાનનો ભાવ પણ છે.નોંધનીય છે કે પહેલા તબક્કાની ચૂંટણીના પડધમ શાંત થઇ ગયા છે એવામાં બીજા તબકકાની ચૂંટણી પ્રચાર તેજ થઇ ગયો છે, મેઘા રણનીતિ અપનાવીને ભાજપ પુરજોશમાં પ્રચાર કરી રહી છે.