Ayodhya Ram Temple/ જાણો, અયોધ્યામાં આજે શ્રીરામ મંદિરમાં શા માટે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે

પ્રાયશ્ચિત પૂજા ત્યારે કરવામાં આવે છે જ્યારે માણસથી કોઈ ભૂલ થાય. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે રામેશ્વરમાં પ્રાયશ્ચિત કરવા…

Top Stories India
YouTube Thumbnail 2024 01 16T155613.790 જાણો, અયોધ્યામાં આજે શ્રીરામ મંદિરમાં શા માટે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે

Ayodhya Ram Temple News: અયોધ્યામાં આજે શ્રીરામની પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાયશ્ચિત પૂજા એટલે શું? શા માટે કરવામાં આવે છે, તેનું ધાર્મિક શાસ્ત્રોમાં શું મહત્વ છે. તો ચાલો પૂજા વિશે સવિસ્તર જાણીએ.

ધર્મ શાસ્ત્રો મુજબ, પ્રાયશ્ચિત પૂજા ત્યારે કરવામાં આવે છે જ્યારે માણસથી કોઈ ભૂલ થાય. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે રામેશ્વરમાં પ્રાયશ્ચિત કરવા આ પૂજા કરી હતી. તે વખતે શ્રીરામે રામેશ્વરમમાં બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત થવા પ્રાયશ્ચિત પૂજા-અર્ચના કરી હતી.

તે વખતે તેમની સાથે સીતા માતા પણ હતા. સનાતન ધર્મની વ્યાખ્યા મુજબ, જો યજમાન દ્વારા કોઈ જીવજંતુનું ભૂલથી પણ મૃત્યુ થાય, જાણ્યે, અજાણ્યે થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું હોય ત્યારે તેના શુદ્ધિકરણ માટે પ્રાયશ્ચિત પૂજા કરવાનુ વિધાન ધાર્મિક ગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. આ પૂજામાં નવગ્રહ સહિત બધા દેવી-દેવતાઓની પૂજા- અર્ચના કરવામાં આવે છે. સાથે પૂજન સમાપ્તિ બાદ હવન કરવામાં આવે છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પૂજા કરવી અત્યંત આવશ્યક છે. પંડિત વૈદ્યનાથ ઝાના અનુસાર ભૂમિ પૂજન વખતે ખાડા ખોદતી વખતે કેટલાયે જીવજંતુ નાશ પામ્યા હોય છે. કેટલાયે વૃક્ષો, છોડ પણ નષ્ટ થયા હોય. તેથી આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી પ્રાયશ્ચિત પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

આ પણ વાંચો:ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે Australian Openમાં ઇતિહાસ સર્જ્યો