Cricket/ ટી-20 રેકિંગમાં કોહલીને થયુ નુકસાન, આ ખેલાડીએ લીધી વિરાટની જગ્યા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જારી કરવામાં આવેલા બેટ્સમેનોની નવી ટી 20 રેન્કિંગમાં એક-એક પોઝિશન ગુમાવી ચૂક્યા છે.

Sports
asd 35 ટી-20 રેકિંગમાં કોહલીને થયુ નુકસાન, આ ખેલાડીએ લીધી વિરાટની જગ્યા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જારી કરવામાં આવેલા બેટ્સમેનોની નવી ટી-20 રેન્કિંગમાં એક-એક પોઝિશન ગુમાવી ચૂક્યા છે. વિરાટ અને રાહુલ અગાઉ અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમ પર હતા, પરંતુ હવે બંને બેટ્સમેન અનુક્રમે પાંચ અને છ નંબર પર પહોંચી ગયા છે. ન્યૂઝીલેન્ડનાં ડેવોન કોનવેને બાંગ્લાદેશ સામેનાં શાનદાર પ્રદર્શનથી મોટો ફાયદો થયો છે અને તે 5 સ્થાનનાં ફેરફાર સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે.

Cricket / શ્રેયસ ઐયરનાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમની સંભાળશે કમાન

ઈંગ્લેન્ડનો બેટ્સમેન ડેવિડ મલાન પહેલાની જેમ 892 પોઇન્ટ સાથે રેન્કિંગમાં પ્રથમ ક્રમનો બેટ્સમેન બની રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવર ક્રિકેટનાં કેપ્ટન એરોન ફિંચનાં હાલમાં 830 પોઇન્ટ છે અને તે યાદીમાં બીજા ક્રમે છે. પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ 801 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. વિરાટ અને કોનવે વચ્ચે ફક્ત 22 રેટિંગ પોઇન્ટનો તફાવત છે.

Cricket / શ્રીલંકાનાં થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો પ્રથમ બેટ્સમેન

જો તમે બેટ્સમેનો પછી આઇસીસી દ્વારા જાહેર કરાયેલા બોલરોની ટી-20 રેન્કિંગ પર નજર નાખો તો દક્ષિણ આફ્રિકાનાં તબરેજ શમ્સી 733 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. તેની નીચે અફઘાનિસ્તાનનાં સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન છે, જેમના 719 પોઇન્ટ છે. ત્રીજા નંબરે, ચોથા અને પાંચમાં ક્રમે ઓસ્ટ્રેલિયાનાં એશ્ટન એગર, આદિલ રાશિદ અને મુજીબ ઉર રેહમાન છે. આશ્ચર્યની વાત એ છે કે બોલરોની આ રેન્કિંગમાં એક પણ ભારતીય બોલર ટોપ 10 માં નથી, જ્યારે ન્યૂઝીલેન્ડનાં સૌથી વધુ ત્રણ બોલરો આ લિસ્ટમાં સામેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ