Not Set/ એક એવું ગામ જ્યાં લોકો એકબીજાને બોલવામાં તે વગાડે છે સીટી

કાંગથન ગામના દરેક વ્યક્તિના બે નામ છે. પ્રથમ આપણી જેમ સામાન્ય નામ અને બીજું બીજું સીટીની ટયુન. કાંગથન ગામમાં 109 પરિવારોના 627 લોકો રહે છે. બધાની પોતાની અલગ ટયુન છે.

Top Stories Mantavya Vishesh
ઝવેરચંદ મેઘની 14 એક એવું ગામ જ્યાં લોકો એકબીજાને બોલવામાં તે વગાડે છે સીટી

સામાન્ય રીતે લોકો એકબીજા બોલાવવા માટે નામ કે પછી સંબોધનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપને એક એવા ગામની વાત કરવાના છીએ જ્યાં લોકો એકબીજાને બોલાવવા માટે સીટી વગાડે છે. જીહા… એકબીજાને બોલાવવા માટે સીટી વગાડે છે. લોકોને બોલાવવા માટે વિવિધ શૈલીમાં સિસોટી વગાડવામાં આવે છે. આ ગામનું નામ છે કાંગથન, જે મેઘાલયના પૂર્વ જિલ્લા, ખાસી હિલમાં છે. અને તેને વ્હિસલિંગ વિલેજ તરીકે પણ ઓળખાય છે. ગામમાં આદિવાસી વસવાટ કરે છે.

ગામના દરેક વ્યક્તિના બે નામ છે.

કાંગથન ગામના દરેક વ્યક્તિના બે નામ છે. પ્રથમ આપણી જેમ સામાન્ય નામ અને બીજું બીજું સીટીની ટયુન. ગામલોકો પણ સામાન્ય નામથી બોલાવવાના સ્થાને સીટી વગાડી બોલાવવું વધુ પસંદ કરે છે. આ માટે, દરેક વ્યક્તિ માટે અલગ  સીટીની ટયુન હોય છે. જે વ્યક્તિને એક વિશેષ નામ જેવી જ ઓળખ આપે છે. જ્યારે ગામમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે આ ટયુન તેને તેની માતા દ્વારા આપવામાં આવે છે, પછી બાળક ધીમે ધીમે તેની ટયુન ને  ઓળખવાનું શરૂ કરે છે.

Whistling Village In Meghalaya

ટ્યુન કેવી રીતે બનાવે છે

કાંગથન ગામના દરેક વ્યક્તિના બે નામ છે. પ્રથમ આપણી જેમ સામાન્ય નામ અને બીજું બીજું સીટીની ટયુન. કાંગથન ગામમાં 109 પરિવારોના 627 લોકો રહે છે. બધાની પોતાની અલગ ટયુન છે. એટલે કે, ગામમાં 627 અલગ અલગ ટયુન છે. ગામલોકો આ સૂરને પ્રકૃતિથી બનાવે છે, ખાસ કરીને પક્ષીઓના અવાજથી. કાંગથન ગામ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. તેથી, જો ગામના લોકો કોઈ ધૂન વગાડે, તો તે ટૂંકા સમયમાં જ ત્યાં પહોચી જાય છે. એટલે કે, ગામના લોકોની વાતચીત કરવાની આ રીત વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. સમયના બદલાવ સાથે લોકો બદલાવા લાગ્યા છે. હવે આ લોકો મોબાઈલ પર પોતાના નામ પ્રમાણેની ટયુન સેટ કરે છે. અને રીંગ ટોન પણ બનાવે છે.

mumbai / TRP કેસમાં રિપબ્લિક ટીવીનાં CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ…

ahmedabad / શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો…

POLITICAL / ગૃહમંત્રી અમિત શાહનાં ઘરની બહાર ધરણા કરવા જઇ રહેલા AAP ધારાસ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…