IPL/ કૃષ્ણપ્પા ગૌતમ માલામાલ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો

કર્ણાટકનાં ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગોતમને ચેન્નાઈ સુપર કિંગ્સે 9 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે.

Sports
PICTURE 4 249 કૃષ્ણપ્પા ગૌતમ માલામાલ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો

કર્ણાટકનાં ઓલરાઉન્ડર કે ગૌતમ (કૃષ્ણપ્પા ગૌતમ) ને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 9 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. કૃષ્ણપ્પા ગૌતમ આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી ખર્ચાળ અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.

IPL Auction LIVE / કાઇલ જેમીસન પર થયો પૈસાનો વરસાદ, RCB એ આટલા કરોડમાં ખરીદ્યો

આપને જણાવી દઇએ કે, ગૌતમ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં નેટ બોલર તરીકે સંકળાયેલો છે. ગૌતમે 62 ટી-20 મેચોમાં 41 વિકેટ ઝડપી છે, જ્યારે બે અડધી સદી ફટકારતા 594 રન પણ બનાવ્યા છે. ગૌતમે તેની આઈપીએલ કારકિર્દીમાં 24 મેચ રમી છે અને તે આ દરમિયાન 13 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય ભારતનાં અનકેપ્ડ બેટ્સમેન શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે 5 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે. શાહરૂખની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. શાહરૂખને ખરીદવા માટે પંજાબ કિંગ્સ, આરસીબી અને દિલ્હી કેપિટલ્સે બોલી લગાવી હતી, પણ આખરે પંજાબ કિંગ્સ તેને ખરીદવામાં સફળ રહી. તેણે 31 ટી 20 મેચોમાં 132 ની સ્ટ્રાઇક રેટથી 293 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 40 નોટઆઉટ છે.

Ahemadabad / ભારત-ઇંગ્લેન્ડ બંને ટિમોની સેવામાં ખડે પગે હોટલ હયાતનો સ્ટાફ અને ગુજરાત પોલીસ, હોટેલમાં આવી છે વ્યવસ્થા 

આ બે ભારતીય અનડેપ્ડ ખેલાડીઓ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાનાં અનડેપ્ડ પ્લેયર રાઇલી મેરિડિથને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો છે. તેની ટી-20 કારકિર્દીમાં તે અત્યાર સુધી 34 મેચ રમ્યો છે અને 43 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. હજી સુધી મેરિડિથ ઓસ્ટ્રેલિયા માટે કોઈ મેચ રમ્યો નથી. આ ઉપરાંત કેરળનાં મોહમ્મદ અઝહરુદ્દીનની ચર્ચા તો પહેલાથી જ થઈ રહી હતી પરંતુ આરસીબીએ તેને 20 લાખનાં બેઝ પ્રાઈસમાં ખરીદ્યો અને ટીમમાં સામેલ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ