OMG!/ કચ્છી ખેડૂતનો વિદેશમાં ડંકો : કેરી, ડ્રેગન ફ્રૂટ તો ઠીક હવે તો આ ફળ પણ પાકે છે કચ્છમાં

કચ્છ હવે એકમાત્ર પોતાની કેસર કેરીને કારણે જ જાણીતું રહ્યું નથી, પરંતુ કચ્છી ખેડૂતો હવે અલગ અલગ પ્રકારની ખેતીને કરીને પણ કાઠું કાઢી રહ્યા છે. માત્ર રાજ્ય કે દેશમાં જ નહીં, પરંતુ કચ્છી ખેડૂતો હવે પોતાના પાકને વિદેશમાં પણ વહેંચીને ભારતનો ડંકો વગાડી રહ્યા છે.

Gujarat Others
11 કચ્છી ખેડૂતનો વિદેશમાં ડંકો : કેરી, ડ્રેગન ફ્રૂટ તો ઠીક હવે તો આ ફળ પણ પાકે છે કચ્છમાં

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – નખત્રાણા(કચ્છ)

કચ્છ હવે એકમાત્ર પોતાની કેસર કેરીને કારણે જ જાણીતું રહ્યું નથી, પરંતુ કચ્છી ખેડૂતો હવે અલગ અલગ પ્રકારની ખેતીને કરીને પણ કાઠું કાઢી રહ્યા છે. માત્ર રાજ્ય કે દેશમાં જ નહીં, પરંતુ કચ્છી ખેડૂતો હવે પોતાના પાકને વિદેશમાં પણ વહેંચીને ભારતનો ડંકો વગાડી રહ્યા છે.

કચ્છી ખેડૂતનો વિદેશમાં ડંકો

અસંભવને સંભવ બનાવતો કચ્છનો કિસાન
ડ્રેગનની ખેતીથી લઇ હવે દ્રાક્ષની ખેતીનું ઉદાહરણ
નખત્રાણા તાલુકાના રામપર ગામના ખેડૂતની અનોખી સિદ્ધિ
સૂકા ભઠ્ઠ કચ્છમાં પણ દ્રાક્ષની ખેતી

કચ્છનો ધરતીપુત્ર ધારેતો પોતાની જમીનમાંથી સોનુ ઉગાડી શકવાની ક્ષમતા ધરાવે છે પછી ભલે ગમે એવી મુશ્કેલીમાં ખેતી કરતા હોય તોય પણ મહેનત કરીને અસંભવને સંભવ બનાવી દેતા હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ખેતીને વારંવાર યાદ કરતા હોય છે તે કચ્છના ખેડૂતો ખેતી ક્ષેત્રે પુરવાર કરી રહ્યા છે. ડ્રેગનની ખેતી હોય કે સફરજન કે પછી કાજુ જેવા અનેક ખેતી ના પાકો કરીને કચ્છના કિસાનો દેશ-વિદેશમાં ડંકો વગાડી ચૂક્યા છે. કચ્છમાં કેસર કેરીથી માંડીને દાડમ,શક્કરટેટી, કલિંગર, સીતાફળ, ચીકુ, જામફળ, મોસંબી, સંતરાથી લઈને અનેક પાકો નું ઉત્પાદન થાય છે અને આવો જ એક અસંભવને સંભવ બનાવતો કૃષિ ક્ષેત્રનો કિસ્સો નખત્રાણા તાલુકાના નાનકડા ગામ એવા રામપર (રોહા) ગામનો છે. અહીંના એક ખેડૂતે અંગુરની ખેતી છેલ્લા ચાર વર્ષથી કરીને વિક્રમી ઉત્પાદન મેળવી રહ્યા છે

5 એકરમાં દ્રાક્ષનો બગીચો
ગત વર્ષે 20 ટનનું કર્યું હતું ઉત્પાદન
છેલ્લા ત્રણ વર્ષથી દ્રાક્ષનું સારું એવું ઉત્પાદન

ખેડૂત ઈશ્વરભાઈ પટેલે વાડીમાં 5 એકરમાં દ્રાક્ષનો બગીચો બનાવાયો છે,માર્ચ 2017માં ઉત્પાદનની શરૂઆત કરી હતી દ્રાક્ષમાં ત્રણ વર્ષે ફળ આવે છે ગત વર્ષે 20 ટન જેટલું ઉત્પાદન થયું હતું આ વખતે વરસાદના કારણે નુકશાની થઈ છે જોકે વધારે ઉત્પાદનની આશા છે દ્રાક્ષની ખેતી કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું

અલગ અલગ બાગાયત પાક તરફ ખેડૂતોની આગેકૂચ
વિદેશમાં પણ કરે છે દ્રાક્ષનું એક્સપોર્ટ
55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી

દ્રાક્ષને વૃધ્ધિ અને ફળ ધારણ કરવાના સમયગાળા દરમ્યાન ગરમ અને સુંકું વાતાવરણ માફક આવે છે. ભેજવાળું વાતાવરણ આ પાકને માફક આવતું નથી. 15-40 ડીગ્રી સેલ્સિયસની વચ્ચે હોય ત્યાં દ્રાક્ષ સફળ રીતે થઈ શકે છે. ફળના વૃધ્ધિ અને વિકાસ દરમ્યાન તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ કરતાં વધે તો ફળના કદમાં ઘટાડો તેમજ ફળ ઓછા બેસે છે, તેમજ ફળની છાલ જાડી થઈ જાય છે. કચ્છમાં ઝાડી છાલની સમસ્યા છે. હવે આ જ કચ્છી દ્રાક્ષ દેશ વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડી રહી છે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ  –  કચ્છી ખેડૂતનો વિદેશમાં ડંકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…