Not Set/ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખનો તાજ કોના માથે…?

નવઘણભાઈને પાઘડી અને હાર પહેરાવી સમ્માન કરાયું હતું.  આ તકે ઉપસ્થિત લોકોએ પણ આ નિમણૂકને અભિનંદન આપ્યા હતા. નવઘણ આહિરે કચ્છનાં ટ્રક ટ્રાન્સપોર્ટરોનો આભાર માનતા જણાવ્યું કે,તેઓ ટ્રકમાલિકો,
ડ્રાઇવરોના હિત માટે અને આ ધંધાના વિકાસ માટે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરવાનો સંદેશો આપ્યો હતો

Gujarat Others
ram mandir 3 ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખનો તાજ કોના માથે...?

@કૌશિક છાયા, કચ્છ

ક્ચ્છએ વિશાળ જિલ્લાની સાથે ઔધોગિક જિલ્લો છે. અહીં મુખ્ય વ્યવસાય ટ્રાન્સપોર્ટનો છે.  જેથી ટ્રકના પરિવહનને લઈને સંગઠન જરૂરી છે.

ક્ચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે ભુજના માધાપર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટે સંગઠનનો પદભાર સંભાળવા પ્રમુખની વરણી કરવામાં આવી છે.  હાલના પ્રમુખ નવઘણભાઈ વાસણભાઇ આહીરને આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે પ્રમુખ બનાવી સંગઠનની કમાન સોંપાઈ છે.

નવઘણભાઈને પાઘડી અને હાર પહેરાવી સમ્માન કરાયું હતું.  આ તકે ઉપસ્થિત લોકોએ પણ આ નિમણૂકને અભિનંદન આપ્યા હતા. નવઘણ આહિરે કચ્છનાં ટ્રક ટ્રાન્સપોર્ટરોનો આભાર માનતા જણાવ્યું કે,તેઓ ટ્રક માલિકો, ડ્રાઇવરોના હિત માટે અને આ ધંધાના વિકાસ માટે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરવાનો સંદેશો આપ્યો હતો.