Navratri/ શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગરબો લખ્યો છે ?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાંયે તેઓ પોતે એક કવિ છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2013માં “ ગાય તેનો ગરબો ”  ગરબો લખ્યો હતો. 

Gujarat Mantavya Exclusive
નરેન્દ્ર મોદી ગાય તેનો ગરબો

આસો મહિનાની રૂડી રઢિયાળી નવલી નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ એટલે જગત જનની માં જગદંબાની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાનો અનેરો અવસર. નવલી નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠે છે અને મન હિલોળે ચઢી ઉઠે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાંયે તેઓ પોતે એક કવિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 42 વર્ષથી માં જગદંબાની આરાધના અને અનુષ્ઠાનની સાથે સાથે તેઓ નવરાત્રિના ઉપવાસ પણ કરતા આવે છે. તેઓ વર્ષ 2014માં અમેરિકા યાત્રા પર હતા અને અમેરિકી પ્રમુખ બરાક ઓબામામાં સાથે મુલાકાત દરમિયાન માત્ર તેમણે ગરમ પાણી જ પીધું હતું. તેમના આ ઉપવાસના સમાચારની નોંધ દેશ વિદેશના છાપાઓએ લીધી હતી. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2013માં “ ગાય તેનો ગરબો ”  ગરબો લખ્યો હતો.  તે નીચે મુજબ છે :

ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો,

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે તેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્યચંદ્ર ગરબો ને પર ગરબો,

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો,

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સંસ્કૃતિનો ગરબો ને પ્રકૃતિનો ગરબો,

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ગરબો મતિ છે, ગરબો સહમતિ છે,

વીરનોય ગરબો ને અમીરનોયે ગરબો.

કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો,

ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતિ છે ને ગરબો ગતિ છે,

ગરબો નારીની ફૂલની બિછાત છે.

ગરબો સત છે ને ગરબો અક્ષત છે,

ગરબો માતાજીનું કંકુ રળિયાત છે.

માણો અહીં ગરબો :

 

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માની ભક્તિ કરતા બીજા પણ ગરબા લખ્યાં છે

maadi 01 શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગરબો લખ્યો છે ?maadi 02 શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગરબો લખ્યો છે ?