Not Set/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કોરોનાનો ઓછાયો

વાઇબ્રન્ટ સમિટ આમ તો દર બે વર્ષે યોજાતી હોય છે અને જાન્યુઆરી 2021માં યોજાઇ પણ ગઇ હોત.  જોકે  કોરોનાને કારણે હવે તેને ઓક્ટોબર 2021 સુધીમાં આોયોજિત કરી શકાય તે માટે કવાયત્ અંદર ખાને શરૂ  થઇ ગઇ છે.

Gujarat Others Trending
nightcurfew 6 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કોરોનાનો ઓછાયો

વાઇબ્રન્ટ સમિટ આમ તો દર બે વર્ષે યોજાતી હોય છે અને જાન્યુઆરી 2021માં યોજાઇ પણ ગઇ હોત.  જોકે  કોરોનાને કારણે હવે તેને ઓક્ટોબર 2021 સુધીમાં આોયોજિત કરી શકાય તે માટે કવાયત્ અંદર ખાને શરૂ  થઇ ગઇ છે. જો કોરોના કાબૂમાં ન આવે તો વર્ષ 2022માં વાઇબ્રન્ટ સમિટ યોજવા વિચારણા ચાલી રહી છે.

nightcurfew 7 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કોરોનાનો ઓછાયો

  • વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવા સરકાર કટિબદ્ધ
  • કોરોનાની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય
  • ઓક્ટોબર 2021માં વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનની યોજના

10મી વાઇબ્રન્ટ સમિટા માટે રાજ્ય સરકારે અત્યારથી જ યોજનાઓ જાહેર કરી દીધી છે અને અંદરખાને  અધિકારીઓએ પણ તેના આયોજનને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે  કોરોનાની સામાન્ય સ્થિતિને જોયા બાદ જ આખરી નિર્ણય લેવાશે. પરંતુ તે પહેલા ઓક્ટોબર 2021 સુધીમાં  તેનું આયોજન થઇ શકે છે. વાઇબ્રન્ટ સમિટ દર બે વર્ષે આયોજિત થાય છે અને 2003માં પૂર્વ મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ તેની સૌપ્રથમ જાહેરાત કરી હતી.

nightcurfew 8 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કોરોનાનો ઓછાયો

  • નવરાત્રિ પછી આયોજન થાય તેવી શક્યતા
  • નવા રોકાણને આકર્ષવા આયોજન અનિવાર્ય
  • વિદેશી રોકાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ છે ઇવેન્ટ
  • ગુજરાત બાદ હવે અન્ય રાજ્યોમાં પણ થઇ છે શરૂઆત

રાજ્ય સરકારે નવરાત્રિ દરમિયાન તેના આયોજન અંગે મન બનાવ્યું છે જેથી નવરાત્રિની સાથે વાઇબ્રન્ટ  સમિટનું આસાનાથી માર્કેટિંગ કરી શકાય. આ ઉપરાંત કોરોનાકાળ જો કંટ્રોલમાં આવી જાય તો વિદેશી  રોકાણકારોને પણ તહેવારો ટાંણે આકર્ષવામાં આસાની રહી શકે છે. નોંધનીય છે કે ગુજરાતમાં આ પ્રકારની  ઇવેન્ટનો સૌથી પહેલો પ્રારંભ થયો હતો અને હવે અન્ય રાજ્યો પણ તેની સમકક્ષ ઇવેન્ટ આયોજિત કરતા  હોય છે.

nightcurfew 9 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કોરોનાનો ઓછાયો

10મી સમિટ માટે મેગા આયોજનનો પ્લાન હતો

વર્ષ 2003માં શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ દર બે વર્ષે યોજાતો ઉદ્યોગ મેળાવડો છે અને  અત્યાર સુધીમાં 9 ઇવેન્ટ યોજાઇ પણ ગઇ છે. 10મી ઇવેન્ટને હવે વધુ યાદગાર બનાવવ માટે 6 મહિના  પહેલાથી જ તૈયારીઓ શરૂ કરાઇ છે.