ગુજરાત/ કપડવંજ શહેરમાં આધાર મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ

કપડવંજ શહેરમાં આવેલ મોટા આધાર મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 28T184249.787 કપડવંજ શહેરમાં આધાર મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ

કપડવંજ શહેરમાં આવેલ મોટા આધાર મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો. રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ અમારી મંતવ્ય ન્યુઝ ચેનલ રિયાલિટી ચેક કરવા કપડવંજ પંહોચી. જ્યાં રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલી. તંત્રે ગેમઝોન દુર્ઘટનાથી હજુ પણ બોધપાઠ લીધો નથી. શહેરમાં આવેલ મોટો આધાર મોલમાં સુરક્ષાના મામલે લાલિયાવાડી જોવા મળી.

શહેરના આધાર મોલમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જોવા ના મળ્યા. આ ઉપરાંત અન્ય બીગ બી બોલ મોલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો. તેમજ મોલના સત્તાધીશોની પણ વધુ બેદરકારી જોવા મળી. આટલી મોટી દુર્ઘટના બન્યાના દિવસો બાદ પણ બીગ બી મોલ પાસે ફાયર વિભાગનું એનઓસી નથી. ગેમઝોન બાદ હવે આ બંને કોઈ મોટી ઘટના થાય તેવી રાહ જોઈ રહ્યા છો ? મોલના સત્તાધીશો બેદરાકર બની રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ આવા બેદરકાર લોકો સામે કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તંત્ર દ્વારા આ વિસ્તારના એકમોમાં ફાયર સેફ્ટી અને મંજૂરીને લઈને કોઈ સર્ટિફિકેટની ચકાસણી હાથ ધરાઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી