critical condition/ લાલુ પ્રસાદ યાદવની તબિયત ગંભીર, ન્યુમોનિયા તેમજ શ્વાસ લેવામાં તકલીફ,હોસ્પિટલમાં દાખલ

દેશભરમાં બહુચર્ચિત ગાયોના ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવની તબિયત ગુરુવારની સાંજે એકાએક બગડી ગઈ હતી.રિમ્સના પેઈંગ વોર્ડમાં ભરતી લાલુ યાદવને

Top Stories India
1

દેશભરમાં બહુચર્ચિત ગાયોના ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવની તબિયત ગુરુવારની સાંજે એકાએક બગડી ગઈ હતી.રિમ્સના પેઈંગ વોર્ડમાં ભરતી લાલુ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.હાલ લાલુ પ્રસાદની હાલત ગંભીર છે. તેઓ શ્વાસ લઈ શકતા નથી. તેઓની છાતીમાં ઈન્ફેક્શન અને ન્યુમોનિયાની બીમારીની સારવાર લઇ રહ્યા છે.
છેલ્લા અઢી વર્ષથી તેમની સારવાર રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે.

Lalu Prasad Yadav admitted in Mumbai hospital due to 'failing health' -

Attack / ઈરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી હુમલો, 32ના મોત, 110થી વધુ  ઘાયલ

હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ પણ આપી દેવામાં આવ્યા છે. રેપિડ એન્ટિજન ટેસ્ટમાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો RTPCR રિપોર્ટ આવવાનો બાકી છે. તેઓનો એક્સ રે પણ કરાવવામાં આવ્યો છે. અને તેમાં થોડું ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે. બે વર્ષથી વધારે સમય સુધી લાલુની સારવાર કરનાર ડોક્ટર ઉમેશ પ્રસાદ પણ રિમ્સ પહોંચી ગયા છે. 6 સપ્ટેમ્બર 2018ના રોજ તેઓને જેલથી સારવાર માટે રિમ્સ મોકલવામાં આવ્યા હતા. અને ત્યારથી લઈને આજ દિન સુધી તેઓની સારવાર રિમ્સમાં ચાલી રહી છે.

Lalu Yadav can neither sit nor stand on his own: RJD MLA says his health  deteriorating

Pune / સીરમ ઇન્સ્ટિટ્યૂમાં લાગેલી આગથી 5 કર્મીઓનાં મોત, મૃતકનાં પરિવારને સંસ્થા કરશે આ મદદ

લાલુની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતાં જ RJD નેતા અને સમર્થકો રિસ્મ હોસ્પિટલ ખાતે ઉમટી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને 23 ડિસેમ્બર 2017ના રોજ જેલ મોકલવામાં આવ્યા હતા. એક મહિના પહેલાં જ જેલમાં 3 વર્ષ પૂરા થયા છે.  લાલુ યાદવની તબિયત ખરાબ થવાની જાણકારી મળતાં જ ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા તેઓને જોવા માટે રિમ્સ પહોંચી ગયા છે. તો રિમ્સ અધિક્ષક ડો. વિવેક કશ્યપ પણ લાલુ પ્રસાદના વોર્ડમાં પહોંચી ગયા છે.

Pune / જાયન્ટ સાઈઝની ડીશને 1 કલાકથી પણ ઓછા સમયમાં આરોગી આ શખ્સે જીત્યુ રોયલ એનફિલ્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…