મની લોન્ડરિંગ કેસ/ વિજય માલ્યા માટે છેલ્લી તક, SCએ 24 ફેબ્રુઆરી પહેલાં હાજર થવા કહ્યું

વિજય માલ્યાને 24 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સરકારને નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓની વતન પરત ફરવા માટે તેમની સામે કાનૂની કાર્યવાહી રોકવા માટે વિચારણા કરવા કહ્યું હતું.

Top Stories India
માલ્યા

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને દેશની સુપ્રીમ કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં પોતાનો બચાવ કરવાની છેલ્લી તક મળી છે. માલ્યાને 24 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સરકારને નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓની વતન પરત ફરવા માટે તેમની સામે કાનૂની કાર્યવાહી રોકવા માટે વિચારણા કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: HCએ કેન્દ્રીય મંત્રી ટેનીના પુત્રને જામીન આપ્યા, આશિષ મિશ્રા લખીમપુર હિંસાનો છે મુખ્ય આરોપી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને છેલ્લી તક આપતા સુપ્રીમ કોર્ટે 24 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિજય માલ્યા માટે આ છેલ્લી તક છે, જેમાં તેણે પોતાના બચાવ માટે કોર્ટમાં હાજર રહેવું જોઈએ.

આપને જણાવી દઈએ કે, એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે સરકારને સલાહ આપી હતી કે, જો ભાગેડુ વેપારીઓ પૈસા ચૂકવવા તૈયાર છે તો તેમને ભારત પરત આવવાની અને તેમની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને રોકવા કેમ ન દેવાય. ન્યાયમૂર્તિ સંજય કિશન કોલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે કહ્યું હતું કે , કાનૂની કાર્યવાહીમાં વર્ષો લાગશે અને એજન્સીઓ ભાગેડુ વેપારીઓને પાછા લાવવાના તેમના પ્રયાસમાં સફળ થઈ શકે છે કે નહીં. આવી સ્થિતિમાં જો ભાગેડુ વેપારીઓ પૈસા પરત કરવા માટે સંમત થાય તો સરકાર તેમને સુરક્ષા આપવા પર વિચાર કરી શકે છે. તે પણ વિચારી શકાય કે, દેશમાં પરત ફરતા તેની ધરપકડ કરવામાં ન આવે.

ઉલ્લેખનિય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં ગયા વર્ષના ડિસેમ્બર સુધીમાં કુલ રૂ. 13,109.17 કરોડની વસૂલાત કરી છે. એજન્સીઓ અનુસાર, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ત્રિપુટીએ દેશભરમાં ઓછામાં ઓછા 22 હજાર કરોડ રૂપિયાની બેંકો સાથે છેતરપિંડી કરી છે.

આ પણ વાંચો: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશાસકની કરાશે નિમણૂંક, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

આ પણ વાંચો:પંજાબમાં ચૂંટણી પહેલા પીએમ મોદીની રેલી, ત્રણ જાહેરસભાઓને કરશે સંબોધિત