Firing/ મોરબીના હળવદમાં મોડી રાત્રે જાહેર રોડ ઉપર ફાયરિંગ

હળવદમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ  હતી. જેમાં એક જૂથના લોકોએ બે ફાયરિંગ કર્યા હતા.

Top Stories Gujarat Others
Untitled 29 11 મોરબીના હળવદમાં મોડી રાત્રે જાહેર રોડ ઉપર ફાયરિંગ
  • ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે ફાયરિંગ
  • દિલીપસિંહ, સિદ્ધરાજસિંહની 5 શખ્સો સાથે થઈ માથાકૂટ
  • ગોઠી નામમા શખ્સે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ
  • હળવદ પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

મોરબીમાં આવેલા હળવડમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. હળવદના સારા ચોકડી નજીક આવેલા સિનિયર સીટીઝન પાર્ક પાસે જાહેર રસ્તા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દિવાળી નિમિત્તે ફટાકડાના સ્ટોલ રાખવાની બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થી હતી. અને ઘટના ફાયરિંગ સુધી પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ  હતી. જેમાં એક જૂથના લોકોએ બે ફાયરિંગ કર્યા હતા. બંને જૂથ વચ્ચે જાહેરમાં અથડામણથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.  તેમજ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે.  દિવાળીના તહેવારો નજીક આવતા લોકોમાં પણ આ ઘટનાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિલીપસિંહ અને સિધ્ધરાજસિંહની ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે અન્ય 5 શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. જેમ બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને બે કારતુશો પણ મળી આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ પોલીસ ફરિયાદીનોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ કુલ સાત આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે નોંધાયો ગુનો ? 

૧) પંકજ ચમનભાઈ ગોઠી રહેવાસી હળવદ
૨) ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહેવાસી હળવદ
૩) મેહુલ રમણીકભાઈ ગોઠી રહેવાસી હળવદ
૪) મેરીઓ પ્રેમજીભાઈ દલવાડી રહેવાસી હળવદ
૫) ગૌતમ જયંતીભાઈ ગોઠી રહેવાસી હળવદ
૬) દિલીપસિંહ જયુભા ઝાલા રહેવાસી હળવદ
૭) સિધ્ધરાજસિંહ ગેલુભા ઝાલા રહેવાસી હળવદ