Valsad/ 31st નજીક આવતા LCB સક્રિય, છુપી રીતે લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વર્ષની અંતિમ તારીખ એટલે કે 31st આવતા બુટલેગરો દ્રારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અવનવા પ્રયાસો કરતા હોય છે ત્યારે એ બુટલેગરો પર લગામ કસવા પોલીસે લાલ આંખ કરી છે….

Gujarat Others
zzas 108 31st નજીક આવતા LCB સક્રિય, છુપી રીતે લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વર્ષની અંતિમ તારીખ એટલે કે 31st આવતા બુટલેગરો દ્રારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અવનવા પ્રયાસો કરતા હોય છે ત્યારે એ બુટલેગરો પર લગામ કસવા પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વલસાડ એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે,  અશોક લેલન ટેમ્પો નંબર GJ 15 XX 6876 ને વલસાડ ધરમપુર ઓવરબ્રિજ નજીક અટકાવી ટેમ્પાની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

zzas 109 31st નજીક આવતા LCB સક્રિય, છુપી રીતે લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

બહારથી સામાન્ય દેખાતા ટેમ્પાનાં અંદર પોલીસે તપાસ કરતા સામાન મુકવાની ખાલી દેખાતી જગ્યામાં ચોર ખાના બુટલેગરોએ બનાવ્યા હતા. જેમાં બુટલેગરોએ 352 નંગ અંગ્રેજી બનાવટનો દારૂ સંતાડી રાખ્યો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે હાલ ટેમ્પા ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, તો 78,800 નો દારૂ અને ટેમ્પાની કિંમત સાથે કુલ રૂપિયા 3,83,800 નો મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી. દ્વારા મુદ્દામાલ વલસાડ શહેર પોલીસને સોંપી તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.

Honeytrap: ચેતીજજો આ મેનકાઓથી ! સુરતમાં ફરી એક વેપારી બન્યા હની ટ્રેપનો…

VALSAD: શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો …

VISIT: દિવની મુલાકાત લેનારા કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ, અગાઉ આ રાષ્ટ્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો