કોરોના સહાય/ લીંબડી-ચુડા-સાયલા વિસ્તારના નેતાઓએ વહાવી દાનની સરવાણી

લીંબડી-ચુડા-સાયલાની સરકારી હોસ્પિટલો કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે જરૂરી સંસાધનોની ખરીદી કરવા માટે ધારાસભ્યે રૂ.50 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

Gujarat Others
cm લીંબડી-ચુડા-સાયલા વિસ્તારના નેતાઓએ વહાવી દાનની સરવાણી
  • હોસ્પિટલ-ઓક્સીજન પ્લાન્ટ માટે ધારાસભ્યએ 50 લાખની ગ્રાન્ટ ફાળવી
  • સુરસાગર ડેરીના ચેરમેને ઓક્સિજન પ્લાન્ટ માટે 18 લાખ આપ્યા

લીંબડી-ચુડા-સાયલાની સરકારી હોસ્પિટલો કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે જરૂરી સંસાધનોની ખરીદી કરવા માટે ધારાસભ્યે રૂ.50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે સુરસાગર ડેરીના ચેરમેને રા.રા.હોસ્પિટલમાં 18 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ કરાવ્યું છે.

લીંબડી-ચુડા-સાયલાની સરકારી હોસ્પિટલોમાં કોવીડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તે માટે જરૂરી સંસાધનોની ખરીદી કરવા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે રૂ.50 લાખની ગ્રાન્ટની માંગણી કરી હતી. રાજય સરકારે ધારાસભ્યની માંગણીને સંતોષવા મંજૂરી આપતા જ કિરીટસિંહ રાણાએ લીંબડી સરકારી હોસ્પિટલમાં રૂ.22 લાખ, સાયલા આરોગ્ય કેન્દ્ર માટે રૂ.14 લાખ અને ચુડા સીએચસી માટે રૂ.14 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી.

લીંબડી-ચુડા-સાયલાની સરકારી હોસ્પિટલો ધારાસભ્યની રૂ.50 લાખની ગ્રાન્ટમાંથી લેબોરેટરીના સાધનો, સ્ટ્રેચર, વ્હીલચૅર, ઓક્સિજન કોન્સટ્રેટન, ECG મશીન સહિતના સાધનોની ખરીદી કરશે. જાણકારોએ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. કોરોનાની ત્રીજી લહેરને સામનો કરવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે ઓક્સિજનની અછત ઊભી ન થાય તે માટે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા બોર્ડના સભ્યોએ લીંબડી રા.રા.હોસ્પિટલમાં રૂ.18 લાખના ખર્ચે અધ્યતન ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ કરાવ્યું છે.

s 3 0 00 00 00 2 લીંબડી-ચુડા-સાયલા વિસ્તારના નેતાઓએ વહાવી દાનની સરવાણી