#વિશેષ/ પરમાણુ બોમ્બ શું છે અને તેની અસર કેવી રીતે થાય છે, જાણો..

પરમાણુ બોમ્બ એ વિશ્વના સૌથી શક્તિશાળી હથિયારોમાંનું એક છે. અત્યારે દુનિયામાં કુલ 9 દેશો એવા છે, જેમની પાસે પરમાણુ બોમ્બ છે. ઘણીવાર પરમાણુ સંપન્ન દેશોના નેતાઓ તણાવની સ્થિતિમાં બીજા દેશને પરમાણુ હુમલાની ધમકી આપતા રહે છે. જો કે ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી એક જ એવો પ્રસંગ આવ્યો છે જ્યારે કોઈ દેશે યુદ્ધના મેદાનમાં પોતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો હોય

Trending Mantavya Vishesh
parmanu પરમાણુ બોમ્બ શું છે અને તેની અસર કેવી રીતે થાય છે, જાણો..

પરમાણુ બોમ્બ એ વિશ્વના સૌથી શક્તિશાળી હથિયારોમાંનું એક છે. અત્યારે દુનિયામાં કુલ 9 દેશો એવા છે, જેમની પાસે પરમાણુ બોમ્બ છે. ઘણીવાર પરમાણુ સંપન્ન દેશોના નેતાઓ તણાવની સ્થિતિમાં બીજા દેશને પરમાણુ હુમલાની ધમકી આપતા રહે છે. જો કે ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી એક જ એવો પ્રસંગ આવ્યો છે જ્યારે કોઈ દેશે યુદ્ધના મેદાનમાં પોતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો હોય.

અણુ બોમ્બ શું છે?

પરમાણુંએ કોઈપણ સામાન્ય પદાર્થનું સૌથી નાનું ઘટક એકમ છે, જેમાં રાસાયણિક તત્વના ગુણધર્મો છે. અણુ એટલે સૌથી નાનો કણ જેને નાના કણોમાં તોડી ન શકાય. અણુ બોમ્બ સામૂહિક વિનાશ માટે રચાયેલુ હથિયાર છે. જેમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમના પરમાણુ વિભાજન દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં ન્યુટ્રોન અણુના ન્યુક્લિયસને અથડાય છે અને ત્યારબાદ મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા, જેને પરમાણુ વિભાજન કહેવાય છે,  જે અણુ બોમ્બને જન્મ આપે છે.

કેવી રીતે ફૂટે છે અણુ બોમ્બ

દરેક અણુમાં ન્યુક્લિયસ હોય છે. તે ન્યુક્લિયસને તોડવા પર અથવા બે ન્યુક્લિયસને જોડવા પર, ઘણી ઊર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ શસ્ત્રો આ ઊર્જાનો ઉપયોગ વિસ્ફોટ કરવા માટે કરે છે.

અણુ બોમ્બની શોધ કોણે કરી

અણુ બોમ્બની શોધ રોબર્ટ ઓપેનહેઇમરે કરી હતી. આ જ કારણ છે કે તેમને ‘ફાધર ઓફ ધ એટોમિક બોમ્બ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના પ્રથમ અણુ બોમ્બનું પરીક્ષણ 16 જુલાઇ 1945ના રોજ ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડોના રણમાં કરવામાં આવ્યું હતું.

કેટલા દેશો પાસે છે પરમાણુ બોમ્બ

વર્તમાન સમયમાં વિશ્વમાં કુલ 9 દેશ છે, જેની પાસે પરમાણુ બોમ્બ છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.

હવે વાત કરો કે કયા દેશો પાસે કેટલા પરમાણુ બોમ્બ છે  તો નોંધનીય છે કે, વર્ષ 2020 માં બહાર પાડવામાં આવેલ સિપ્રીના રિપોર્ટ અનુસાર, રશિયા પાસે વિશ્વમાં સૌથી વધુ 6375 પરમાણુ હથિયારો છે. આ સિવાય અમેરિકા પાસે 5800, ચીન પાસે 320, ફ્રાંસ પાસે 290, બ્રિટન પાસે 225, પાકિસ્તાન પાસે 165, ભારત પાસે 156, ઈઝરાયેલ પાસે 90 અને ઉત્તર કોરિયા પાસે 40-50 પરમાણુ હથિયાર છે.

અણુ બોમ્બની અસર

જ્યારે અણુ બોમ્બ વિસ્ફોટ થાય છે, ત્યારે તેમાંથી એક કણ ત્રણ કણો છોડે છે. જે જગ્યાએ આ બોમ્બ પડે છે ત્યાં જમીન આગની જેમ સળગવા લાગે છે. અણું બોમ્બ ફેંકાયો હોય તે જ્ગ્યા એટલી ગરમ થઇ જાય છે કે ત્યાં સ્ટીલ પણ પીગળી જાય છે. એટલુ જ નહીં તેમાં રહેલો પ્રકાશ આંખોથી જિ શકાતો નથી.આ બોમ્બથી 500 મીટરની અંદર આવેલી વિશાળ ઈમારત પણ નષ્ટ થઈ જાય છે. પરમાણું હુમલો થતા જ હજારો તત્કાલ હજારો લોકોનું મૃત્યુ થાય છે. પરમાણું બોમ્બમાંથી ગામા કિરણો બહાર નિકળે છે જે ખુબ જ ખતરનાક છે. તે કિરણો શરીરના જે પણ ભાગ પર પડે છે તેની રચનામાં ફેરફાર થઇ જાય છે. પછી તે ચામડી હોય, આંતરિક અવયવો હોય કે હાડકાં હોય. અણુ બોમ્બની અસર છોડ અને પ્રાણીઓ પર પણ પડે છે. ઉલ્લેખનીય છે કે, આ બોમ્બની અસર આવનારી ઘણી પેઢીઓને સહન કરવી પડશે. વર્ષો સુધી વિવિધ રોગો થતા રહે છે. 1945માં હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા પરમાણુ બોમ્બની અસર ત્યાંના લોકો હજુ પણ સહન કરી રહ્યા છે. આજે પણ ત્યાંના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી.

અણુ બોમ્બની અસર કેટલા કિલોમીટર સુધી થાય છે

જ્યાં પરમાણુ બોમ્બ પડે છે ત્યાંથી 0.79 કિમી સુધી બધું જ નાશ પામે છે. આ સિવાય એરબ્લાસ્ટ-1 3.21 કિમી સુધીની દરેક વસ્તુનો નાશ કરે છે અને તેની અસર 10.5 કિમી સુધી હોય છે. આ સિવાય એરબર્સ્ટ-2માં 14.2 કિમી સુધી બધું જ નષ્ટ થઈ ગયું છે અને તેની અસર 47.9 કિમી સુધી છે. એ જ રીતે એર બ્લાસ્ટ-3ની અસર 93.7 કિમી સુધી રહે છે.

એર બ્લાસ્ટ શું છે

એર બ્લાસ્ટ એટલે હવામાં બ્લાસ્ટિંગ. આ સ્થિતિમાં, અણુ બોમ્બ હવામાં વિસ્ફોટ કરે છે અને ઉચ્ચ સંભવિત દબાણ બનાવે છે અને થર્મલ રેડિયેશનમાં વધારો કરે છે. જેના કારણે કેટલાક કિલોમીટરની ત્રિજ્યામાં ગાઢ વાદળો છવાયેલા છે. પવન એટલો જોરદાર ફૂંકાય છે કે ઇમારતો ધરાશાયી થાય છે. હજારો લોકો જીવ ગુમાવે છે વૃક્ષો અને છોડ પણ નાશ પામે છે.

નોંધનીય છે કે, ઈતિહાસમાં પરમાણુ હુમલો માત્ર એક જ વાર થયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સે ઓગસ્ટ 1945માં જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યા હતા. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1945ના અંત સુધીમાં હિરોશિમામાં એક લાખ 40 હજાર અને નાગાસાકીમાં 74000 લોકો માર્યા ગયા હતા. આજે પણ હજારો લોકો ત્યાં પરમાણુ બોમ્બના રેડિયેશનથી પીડાઈ રહ્યા છે.

પરમાણુ બોમ્બથી કેવી રીતે બચી શકાય

જ્યાં અણુ પડે છે ત્યાં કુલ કિલોમીટરની ત્રિજ્યામાં બધું જ નાશ પામે છે. જો તે જગ્યાથી થોડાક કિલોમીટર દૂર હોવ તો પરમાણુ બોમ્બથી બચવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. જેમ કે, જ્યાં પરમાણુ બોમ્બ પડ્યો છે તે જગ્યાને દેખવાનું ટાળો  કારણ કે આમ કરવાથી આંખો કાયમ માટે ખરાબ થઈ શકે છે. પરમાણુ હુમલાના કિસ્સામાં તમારી જાતને રૂમમાં બંધ કરો. જો શક્ય હોય તો, બિલ્ડિંગના ભોંયરામાં જાઓ. જ્યાં સુધી રાહતના સમાચાર ન મળે ત્યાં સુધી સ્થળ છોડશો નહીં. તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકો.