ભાવનગર/ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

ચાલુ વર્ષે રાજ્ય માં વરસાદ તો સારો વર્ષયો છે પરંતુ ભાવનગર માં વરસાદ સંતુલન વગર વરસતા  જિલ્લામાં મગફળીનું વાવેતર જળવાઈ રહ્યું છે ત્યારે ખરીફ પાકમાં મગફળીનું વાવેતર શરૂઆતમાં 96,966 હેકટરમાં નોંધાયું હતું.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 20T160838.281 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

@હિરેન ચૌહાણ 

Bhavnagar News: ભાવનગર માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની જણસી લઈને વેચવા આવી રહ્યા છે.ત્યારે તામિલનાડુ થી આવતા વેપારીઓએ સારા ભાવે મગફળી ખરીદતા માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ હતી. મગફળી પાકના ખેડૂતોને મણના 1900 રૂપિયા મળવાની શરૂઆત થઈ છે ત્યારે હજી ભાવમાં વધારો આવે તેવી શકયતા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Untitled 12 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

ભાવનગર માં મગફળી નું વાવેતર કેટલું

ચાલુ વર્ષે રાજ્ય માં વરસાદ તો સારો વર્ષયો છે પરંતુ ભાવનગરમાં વરસાદ સંતુલન વગર વરસતા  જિલ્લામાં મગફળીનું વાવેતર જળવાઈ રહ્યું છે ત્યારે ખરીફ પાકમાં મગફળીનું વાવેતર શરૂઆતમાં 96,966 હેકટરમાં નોંધાયું હતું. જો કે ત્યારબાદ વાવેતર 1.10  લાખ હેકટર સુધી પહોંચી ગયું હતું. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 5,000 જેવી ગુણીની મગફળીની આવક થઈ રહી છે, જેની સામે 3 થી 4 હજાર ગુણી નું વેચાણ થઈ રહીયું છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી માં 66,5,9 ના ભાવ 1500 થી 1900 સુધી પહોંચી ગયા છે જ્યારે G20 પીલાણ માટે વપરાતી મગફળીના ભાવ 1300 રૂપિયા.

Untitled 13 1 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

ભાવનગર જિલ્લામાં મગફકી નું વાવેતર ક્યાં અને કેવું થાઈ છે….

ભાવનગર જિલ્લાના ભાલ પંથક સિવાય તળાજા, મહુવા,ગારિયાધાર,જેસર,સિહોર,ઉમરાળા, વલ્લભીપુર, પાલીતાણા,સહિત ના વિસ્તરોમાં એક લાખ જેટલા હેકટર માં મગફળી નું વાવેતર કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો હતો? તો કે એક મહિના બાદ વરસાદ ખેંચાતા દોઢ મહિના સુધી ખેડૂતોને પર આધારિત થઈને મગફળીના પાક ને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જેને લીધે મગફળીમાં ઉતારા નું પ્રમાણ ઘટ્યું હતું જેને લીધે ખેડૂતો માં ચિંતા પણ હતી કારણ કે મોંઘવારી વધતા દરેક જણસી ના ઉત્પાદન ખર્ચ માં પણ વધારો થતો હોય છે ત્યારે જણસી નું ઉતારા નું પ્રમાણ ઘટે તો નુકસાની ભોગવાનો વારો પણ આવતો હોય છે પરંતુ તમિલનાડુ થી મગફળી ખરીદવા આવેલ વેપરીઓ એ ભાવનગર ના ખેડૂતો ની દિવાળી સુધારી હોય તેવું લાગે છે કારણ કે સરકારે આપેલ ટેકના ભાવ કરતા વધારે ભાવ હાલ આ વેપારીઓ ચૂકવી રહિયા છે ત્યારે હાલ જે ભાવ ખેડૂતો ને મળી રહિયા છે તેનાથી ખેડૂત સંતુષ્ટતો છે ત્યારે તમિલનાડુ થી ખરીદી કરવા આવેલ વેપારીઓ હજુ ત્રણ મહિના ભાવનગર ખાતે રોકાઈ તેવી આશા વ્યક્ત કરી હતી.

Untitled 13 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

તમિલનાડુ ના વેપારી શામાટે ઉચા ભાવે ખરીદે છે ભાવનગર ની મગફળી

ભાવનગર APMC ના વેપારી એસોસિએશન ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દર વર્ષે મોટા પ્રમાણમાં તમિલનાડુ થી મગફળી ખરીદવા વેપારીઓ આવતા હોય છે ત્યારે ચાલુ સિઝન માં પણ પંદર જેટલા વેપારીઓ ભાવનગર APMC ખાતે આવી પહોંચ્યા છે જેઓ 66, 5 અને 9  નંબર ની મગફળી ની ખરીદી કરતા હોય છે અને આ મગફળી નું વેચાણ તેઓ તામિલનાડુ ના ખેડૂતો ને બિયારણ તરીકે કરતા હોય છે જેનો પાક સારો આવતા હોવાથી ત્યાંના ખેડૂતો તેમની મગફળી એકપોસ્ટ કરતા હોય છે જેને લીધે તામિલનાડુ ના વેપારીઓ ભાવનગર જિલ્લા સહિત ગુજરાત ના અન્ય જિલ્લામાં પણ મગફળી ખરીદવા આવતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ


આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન

આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો