Not Set/ ખીલથી ત્રાસી ગયા છો, આટલું કરશો તો મળશે છુટકારો 

અમદાવાદ, અત્યારના યુવક અને યુવતિઓને સુંદર દેખાવું બહુ ગમતુ હોય છે. જેના માટે તેઓ કેટલ કેટલી મોંઘીદાટ ક્રિમો અને બ્યુટી પાર્લરનો સહારો લેતા હોય છે. ખાસ કરીને યુવક-યુવતિઓ મોંઢા પર થતા ખીલથી ભારે પરેશાન જોવા મળતા હોય છે. પરંતુ કેટલાક ખીલથી થોડાક સમયમાં છુટકારો મળી જતો હોય છે, જ્યારે કેટલાક લોકો આખી જીંદગી ખીલની સમસ્યાથી […]

Lifestyle
dermatology ખીલથી ત્રાસી ગયા છો, આટલું કરશો તો મળશે છુટકારો 
અમદાવાદ,
અત્યારના યુવક અને યુવતિઓને સુંદર દેખાવું બહુ ગમતુ હોય છે. જેના માટે તેઓ કેટલ કેટલી મોંઘીદાટ ક્રિમો અને બ્યુટી પાર્લરનો સહારો લેતા હોય છે. ખાસ કરીને યુવક-યુવતિઓ મોંઢા પર થતા ખીલથી ભારે પરેશાન જોવા મળતા હોય છે. પરંતુ કેટલાક ખીલથી થોડાક સમયમાં છુટકારો મળી જતો હોય છે, જ્યારે કેટલાક લોકો આખી જીંદગી ખીલની સમસ્યાથી પીડાતા હોય છે. ખીલ થવાનું મુખ્ય કારણ તેલી પદાર્થવાળી વસ્તુ વધુ પ્રમાણમાં ખાવી.
જ્યારે તમારા સુંદર ચહેરા ઉપર ખીલ જેવી સમસ્યા ઉભી થાય છે ત્યારે દુઃખી થવુ સ્વાભાવિક છે. અહીં તમને ખીલની સમસ્યાથી કઈ રીતે છુટકારો મળે તે અંગેની કેટલીક ટિપ્સ દર્શાવવામાં આવી છે. જો તમારે તમારા મોંઢા પર ખીલ નથી જોઈતા તો તેના માટે અન્ય પ્રયોગો કર્યા વગર ઘરગથ્થુ પ્રયોગ કરવો વધુ હિતાવહ છે. કાર્બનિક સેબ સાઇડર સિરકા, ગ્રીન ટી અને ફુદીનોનું તેલ ખીલની સમસ્યાથી છુટકારો આપી શકે છે.
એક રિપોર્ટ મુજબ, જો તમારે ખીલથી છુટકારો મેળવવો હોય તો આ પ્રયોગ કરો. જે મુજબ ગ્રીન ટીને ઠંડી થવા દો અને ત્યારબાદ તમારી સ્પ્રે બોટલની અંદર ૩થી ૪ કપ ગ્રીન ટી ભરો. સાથે જ એક ચોથાઈ કાચા સફરજનની છાલ અંદર ભેળવો.
આમાં એ વાતનું પણ ધ્યાન રાખશો કે બોટલમાં પાંચ ટીપાથી વધુ ફુદીનાનું તેલ ન પડી જાય. બધી જ સામગ્રીને ભેળવી દીધા બાદ બોટલને થોડા સમય માટે હલાવવો જેથી ફુદીનાનું તેલ અને છાલ, ગ્રીન ટી સાથે સારી રીતે મિક્સ થઈ જાય.
મિક્સ થયા બાદ તેને ધીમે-ધીમે તમારા મોં પર ફેસપેકની જેમ લગાવો અને થોડા સમય બાદ તેને શુદ્ધ પાણી વડે ધોઈ લો.