Not Set/ અનન્યા પાંડે આ રીતે રાખે છે પોતાને ફીટ, જાણો શું છે તેનું ડાઈટ સિક્રેટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા કલાકારોએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તેમાંથી એક છે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે. આપને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યૂ કર્યું હતું. તારા સુતરિયાએ પણ આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ ટાઇગર શ્રોફ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં […]

Health & Fitness Lifestyle

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા કલાકારોએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તેમાંથી એક છે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે. આપને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યૂ કર્યું હતું. તારા સુતરિયાએ પણ આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ ટાઇગર શ્રોફ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં અનન્યા પાંડે ફિલ્મ પતિ પત્ની ઓર વોમાં જોવા મળી હતી. તેમ છતાં, ઘણા લોકો તેને તેના ફિગર માટે પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તે કેવી રીતે પોતાને ફીટ અને એક્ટીવ છે અને તેની સાથે તેના આરોગ્ય અને ત્વચાની સંભાળ રાખે છે.

જો તમે પણ પોતાને ફીટ રાખવા માંગો છો અને વજન ઓછું કરવા માંગો છો તો અનન્યાની સિક્રેટ ડાઈટ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો ચાલો આપને જણાવીએ કે અનન્ય કેવી રીતે પોતાને ફીટ રાખે છે.

https://www.instagram.com/p/B5kcjPwginb/?utm_source=ig_embed

અનન્ય પાંડેનો ડાઈટ પ્લાન  

સામાન્ય રીતે અનન્યા કોઈપણ ડાઈટને સારી રીતે ફોલો કરતી નથી. જો કે, તે હેલ્ધી ખોરાક લે છે અને પોતાને સ્વચ્છ રાખે છે. તેણીએ તેના દિવસની શરૂઆત ગ્રીન જ્યુસથી કરે છે. આ જ્યુસમાં પાણી અને ઘણી બધી લીલા શાકભાજી હોય છે. તે તેના શરીરને સાફ કરે છે અને તેને સારું લાગે છે.

જ્યારે નાસ્તાની વાત આવે છે, ત્યારે અનન્યા તેનો નાસ્તો ક્યારેય છોડતી નથી. તેને સવારના નાસ્તામાં ઓમેલેટ અથવા ટોસ્ટ બટર ખાવાનું પસંદ છે. તેને બ્લેક કોફી પણ પસંદ છે અને નાસ્તામાં એક કપ બ્લેક કોફી પીવે છે. કેટલીકવાર તે નાસ્તામાં ઇડલી, ડોસા ઉપમા પણ ખાવાનું પસંદ કરે છે.

https://www.instagram.com/p/B5hgrHDgyrY/?utm_source=ig_embed

તે બપોરના ભોજનમાં પણ હેલ્ધી ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને જો તે શૂટિંગ કરી રહી છે, તો તે ચોક્કસપણે ચિકન સેન્ડવિચ ખાય છે.

અનન્યા પાંડેને સ્નેક્સમાં ખાવાનું ખુબ જ પસંદ છે અને તે રોજ સાંજે બદામ અથવા સ્નેક્સ ખાય છે. તે તેની સાથે એક કપ બ્લેક કોફી પણ લે છે. તે સામાન્ય રીતે દિવસમાં બે વખત બ્લેક કોફી પીતા હોય છે. તેને કેરી અને દ્રાક્ષ જેવા મોસમમાં મળતા ફળો પણ ગમે છે. આ સિવાય તે રોજ નાળિયેર પાણી અને મોટા પ્રમાણમાં પાણી પીવે છે.

https://www.instagram.com/p/Bweuhx3gQAf/?utm_source=ig_embed

તેણીને રાત્રિભોજનમાં હેવી વસ્તુઓ ગમતી નથી. તેથી તે રાત્રિભોજનમાં ગ્રિલ્ડ ફીશ અથવા ચિકન સૂપ પીવે છે. અનન્યાને ડાર્ક ચોકલેટ પણ ખાવાનું પસંદ છે અને ડિનર ખાધા પછી તેને ભૂખ લાગે તો ત્યારે તેને ચોકલેટ ખાવાનું પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.