Not Set/ કેરેટ એન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ, રેસીપી

સામગ્રી 1 કપ જાડા ખમણેલા ગાજર 1 કપ ઝીણી લાંબી સમારેલી કોબી હાઇ ફાઇબર ચટણી (1 રેસિપિ) 6 ઘઉંના બ્રેડની સ્લાઇસ મીઠું , સ્વાદાનુસાર 1 3/4 ટીસ્પૂન તેલ  (ચોપડવા અને શેકવા માટે) બનાવવાની રીત  એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ […]

Food Lifestyle
mahi qa કેરેટ એન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ, રેસીપી

સામગ્રી

1 કપ જાડા ખમણેલા ગાજર
1 કપ ઝીણી લાંબી સમારેલી કોબી
હાઇ ફાઇબર ચટણી (1 રેસિપિ)
6 ઘઉંના બ્રેડની સ્લાઇસ
મીઠું , સ્વાદાનુસાર
1 3/4 ટીસ્પૂન તેલ  (ચોપડવા અને શેકવા માટે)

બનાવવાની રીત 

એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.

એક નોન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર 1/4 ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સેન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે 1/4 ટીસ્પૂન તેલની મદદથી સેન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

રીત ક્રમાંક 2 અને 3 પ્રમાણે બાકીની સેન્ડવિચ બનાવી લો. દરેક સેન્ડવિચને 4 સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો.