Not Set/ કોફી પીવાથી લીવર તંદુરસ્ત રહે છે,નથી માનતા તો અહીં વાંચો 

અમદાવાદ જો તમને કોફી પીવાની પસંદ હોય તો આ સમાચાર વાંચીને વધુ એક કપ કોફી પી લેવી. કારણકે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કે રોજ બેથી ત્રણ કપ કોફી દૂધ વગર અથવા ખાંડ ભેળવીને પીવાથી લીવર સંબંધિત રોગોનો ખતરો ઘટે છે. જેમાં લીવરના કેન્સરનો પણ સમાવેશ થાય છે. જે લોકો રોજના બે કપથી વધુ કોફી પીવે […]

Health & Fitness Lifestyle
vyu કોફી પીવાથી લીવર તંદુરસ્ત રહે છે,નથી માનતા તો અહીં વાંચો 
અમદાવાદ
જો તમને કોફી પીવાની પસંદ હોય તો આ સમાચાર વાંચીને વધુ એક કપ કોફી પી લેવી. કારણકે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કે રોજ બેથી ત્રણ કપ કોફી દૂધ વગર અથવા ખાંડ ભેળવીને પીવાથી લીવર સંબંધિત રોગોનો ખતરો ઘટે છે. જેમાં લીવરના કેન્સરનો પણ સમાવેશ થાય છે. જે લોકો રોજના બે કપથી વધુ કોફી પીવે છે, તેમને જો પહેલાથી પણ લીવર સંબંધિત કોઈ બિમારી હોય તો તેમાં ફાયદો થાય છે. એટલા સુધી કે કોફી લીવરના કેન્સરને આગળ વધતુ પણ અટકાવે છે.
Image result for Coffee
દિલ્હીના ફોર્ટીસ એસ્કાર્ટસ લીવર એન્ડ ડાયજેસ્ટીવ ડિસીજ નામની સંસ્થાના સીનિયર કન્સલટન્ટ ડોક્ટર માધવે જણાવ્યુ હતુ કે, કોફી એન્ટિ ઓક્સીડેટેડથી ભરપુર હોય છે અને તેનો ફાયદો અનેક રોગોમાં થાય છે.હાર્ટએટેકથી લઈને ટાઈપ-૨ડાયાબિટીશ અને પાર્કિસન રોગોમાં પણ કોફી ઉપયોગી સાબિત થાય છે.
Image result for Coffee
માધવ વર્ધવાને વધુમા જણાવ્યુ હતું કે, શક્ય હોય ત્યાં સુધી કોફી ખાંડ વગર પીવી જોઈએ. જો તમે ખાંડ સાથેની કોફી પીવો છો તો તેની અસર ઘટી જશે. સાથે જ એકદમ ઓછા દૂધ અથવા દૂધ વગરની કોફી વધુ ઉપયોગી સાબિત થાય છે. તેમણે ઉમેર્યુ હતું કે, કોફીમાં મળી આવતા વિવિધ તત્વો લીવર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ તત્વોમાં કૈફીન, કોફીનુ તેલ કહવોયલ, કૈફેસ્ટોલ અને એન્ટી ઓક્સીડન્ટ પદાર્થનો સમાવેશ થાય છે.
Image result for Coffee
અન્ય એક ડોક્ટરે જણાવ્યુ હતું કે, એપીડેમિયોલોજિકલ સંશોધનમાં એ સલાહ આપવામાં આવી છે કે, રોજના ત્રણ કપ કોફી પીવાથી લીવરમાં એવા નુકશાનનો ખતરો ઘટે છે જે ઈટીયોલોજીકલ એજન્ટ પ્રકારના હોય છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈટાલીની એક સંશોધક ટીમે પણ ગત મહિને રિપોર્ટ રજુ કર્યો હતો, જેમાં જણાવાયુ હતું કે, રોજના પાંચથી છ કપ કોફી પીવાથી નોન એલ્કોહોલિક ફૈટી લીવર ડીસીજ નામની બિમારીથી બચી શકાય છે.
Image result for Coffee