Not Set/ ફરાળી વાનગી, મગફળીની કઢી આજે કરો ધરે ટ્રાય

સામગ્રી 2 ટેબલસ્પૂન શેકેલી મગફળીનો પાવડર 1 કપ તાજું દહીં 1 ટેબલસ્પૂન રાજગીરાનો લોટ 1 ટીસ્પૂન ઘી 1/2 ટીસ્પૂન જીરૂ 1 ટેબલસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ સિંધવ મીઠું  (સ્વાદાનુસાર) 1/2 ટીસ્પૂન સાકર સજાવવા માટે 2 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવાવની રીત એક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને 2 કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ […]

Food Lifestyle
mahujb ફરાળી વાનગી, મગફળીની કઢી આજે કરો ધરે ટ્રાય

સામગ્રી

2 ટેબલસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
1 કપ તાજું દહીં
1 ટેબલસ્પૂન રાજગીરાનો લોટ
1 ટીસ્પૂન ઘી
1/2 ટીસ્પૂન જીરૂ
1 ટેબલસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું  (સ્વાદાનુસાર)
1/2 ટીસ્પૂન સાકર

સજાવવા માટે
2 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવાવની રીત

એક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને 2 કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ 30 સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય.

આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.