Lifestyle/ સાબુના ટુકડાઓથી બનાવી શકાય છે હેન્ડવોશ, જાણો કઈ રીતે

કોઇપણ કામ કરવા માટે આપણે હાથનો ઉપયોગ કરવો પડે છે અને હાથને સાફ રાખવા પણ ખૂબ જરૂરી છે.

Health & Fitness Lifestyle
mahiju 1 સાબુના ટુકડાઓથી બનાવી શકાય છે હેન્ડવોશ, જાણો કઈ રીતે

કોઇપણ કામ કરવા માટે આપણે હાથનો ઉપયોગ કરવો પડે છે અને હાથને સાફ રાખવા પણ ખૂબ જરૂરી છે. હાથ પરના જીવાણુંને દૂર કરવા આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ અને હાથ ધોઇએ છીએ. જેથી ભોજન કરતા સમયે કોઇપણ પ્રકારનું ઇન્ફેક્સન ન થાય. તે સિવાય આપણે સ્નાન કરવા માટે પણ સારો, સુગંધી વાળો અને મોંઘા સાબુનો પ્રયોગ કરીએ છીએ પરંતુ તેના નાના-નાના ટૂકડા બેકાર સમજીને ફેંકી દઇએ છીએ. આ ટૂકડાને આપણે ફરીથી ઉપયોગમાં લઇ શકીએ છીએ.

બેકાર પડેલા સાબુના ટૂકડાને ફેંકવાની જગ્યાએ તેમાથી આપણે હેન્ડ વોશ બનાવી શકીએ છીએ. જેનાથી હાથ પણ સાફ થઇ જશે અને સાબુ પણ બેકાર થશે નહીં. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય હેન્ડવોશ.

આ રીતે બનાવો હેન્ડ વોશ
1 સૌ પ્રથમ બેકાર પડેલા સાબુના ટૂકડાને વધારે નાના કરી લો.
2 આ દરેક ટૂકડાને મિક્સરમાં ઉમેરી તેમાં થોડૂક પાણી મિક્સ કરી લો.
3 ધ્યાન રહે કે તેમા પાણીન એટલું જ ઉમેરો સાબૂના ટૂકડા ડૂબી જાય.
4 ત્યાર પછી તેની પેસ્ટ બનાવી લો જેથી તે યોગ્ય રીતે મિક્સ થઇ જાય.
5 હવે આ મિશ્રણને બોટલમાં નીકાળીને તેમા એક ઢાંકણ ડેટોલ લિક્વિડ મિક્સ કરી લો.
6 તૈયાર છે બેકાર સાબુમાંથી બનાવેલુ હેન્ડ વોશ. તેનાથી હાથ ધોઇ શકો છો.
7 આ સ્નાન કરવાના સાબુથી બનાવવામાં આવ્યું છે હાથ માટે પણ સુરક્ષિત છે.

આ પણ વાંચો :ભાગદોડ ભરેલી લાઈફમાં કેવી રીતે રહેશો સ્વસ્થ, વાંચી લો આ ટીપ્સ

આ પણ વાંચો :શિયાળામાં આ રીતે બનાવો આમળાનો મસાલેદાર છુંદો, નોંધીલો રેસીપી….

આ પણ વાંચો :શિયાળામાં બાળકો માટે ગરમા ગરમ પનીર સમોસા આ રીતે ઘરે બનાવો

આ પણ વાંચો :આ ટીપ્સ સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ