Not Set/ જો તમે કમરના દુખાવાથી પસાર થઇ રહ્યા છો, જાણો આ કારણોસર થાય છે કમરમાં દુખાવો…

અમદાવાદ કમરનો દુખાવો આજકાલની દિનચર્યામાં સામાન્ય બની ગયો છે. ખાસ કરીને મહિલાઓમાં કમરના દુખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે. જો કે કમરના દુખાવો થવાનું સૌથી મોટુ કારણ ખોટી રીતે બેસવું અને ખોટી રીતે ચાલવાથી કમરના દુખાવો થવાની સંભાવના વધારે હોય છે. જો કમર સીધી રાખીને બેસવામાં આવે તો કમરના દુખાવાની ફરિયાદ ઓછી જોવા મળે છે. […]

Health & Fitness Lifestyle
mahi23 e1531552403860 જો તમે કમરના દુખાવાથી પસાર થઇ રહ્યા છો, જાણો આ કારણોસર થાય છે કમરમાં દુખાવો...

અમદાવાદ

કમરનો દુખાવો આજકાલની દિનચર્યામાં સામાન્ય બની ગયો છે. ખાસ કરીને મહિલાઓમાં કમરના દુખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે. જો કે કમરના દુખાવો થવાનું સૌથી મોટુ કારણ ખોટી રીતે બેસવું અને ખોટી રીતે ચાલવાથી કમરના દુખાવો થવાની સંભાવના વધારે હોય છે. જો કમર સીધી રાખીને બેસવામાં આવે તો કમરના દુખાવાની ફરિયાદ ઓછી જોવા મળે છે. કમર સીધી રાખવાનો મતલબ એવો નહી કે તમે કમર અકડાઇને બેસો. જો કમરના દુખાવાથી બચવું હોય તો સૌથી આસાન રસ્તો એ છે કે, કમર થોડી વાળીને બેસવામાં આવે તો કમરના દુખાવાની સંભાવના ઘટી જાય છે.

ખાસ કરીને વકગ પર્સનને ખુરશીમાં બેસતા વખતે ધ્યાન રાખવું કે, તમારી કમર સીધી રહે,  તમારા ખભા પાછળની બાજુ હોય, અને સાથળનો ભાગ ખુરશીથી અડકેલો રહે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં અકસ્માત કે કોઇ દુર્ઘટનાને કારણે લો બેક પેઇનની સમસ્યા ઉદ્‌ભવી શકે છે.  તમે કેટલાક કિસ્સા જેવા કે, સવારે પથારીમાંથી ઉઠતી અને ખુરશીમાંથી અચાનક ઉભા થતી વખતે કમર દુખાવો શરૂ થાય છે. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં રહેવું આપણા શરીર માટે નુકશાનકારક છે. સમયાંતરે પોઝિશન બદલતા રહેવું જોઇએ, અહી આપણે કમરનો દુખાવો ઉત્પન્ન કરનારા કારણોની ચર્ચા કરીશું.

  • ખોટી રીતે બેસવું
  • સતત આગળની તરફ ઝુકી રહેવું
  • વજનદાર સામાન ઉંચકવો
  • કમનના ભાગે થયેલી ઇજા
  • જાડિયાપણુ
  • કસરત ન કરવી
  • સ્પાઇનનું ટીબી, ઓસ્ટિયોપાયરોસિસ, મેરો સેલ્સનું કેન્સર
  • સતત બેસીને કામ કરવાથી
  • એવુ ફર્નિચર જેમાં બેકને પુરતો સપોર્ટ ન મળતો હોય